• Home
  • Utility
  • Gadgets
  • Vivo's Upcoming Smartphone 'Vivo V19' Launches Postpone, will be launch on 3rd April

વિવોના અપકમિંગ સ્માર્ટફોન ‘વિવો V19’નું લોન્ચિંગ પોસ્ટપોન થયું, 3 એપ્રિલે લોન્ચ થઈ શકે છે

Vivo's Upcoming Smartphone 'Vivo V19' Launches Postpone, will be launch on 3rd April
Vivo's Upcoming Smartphone 'Vivo V19' Launches Postpone, will be launch on 3rd April
X
Vivo's Upcoming Smartphone 'Vivo V19' Launches Postpone, will be launch on 3rd April
Vivo's Upcoming Smartphone 'Vivo V19' Launches Postpone, will be launch on 3rd April

  • ભારતમાં 26 માર્ચે ફોનનું લોન્ચ થવાનો હતો, હવે 3 એપ્રિલે લોન્ચ થઈ શકે છે
  • ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 09:58 AM IST

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની વિવોએ તેના અપકમિંગ સ્માર્ટફોન ‘વિવો V19’નું લોન્ચિંગ પોસ્ટપોન કર્યું છે. અગાઉ કંપની ભારતમાં 26 માર્ચે ફોનનું લોન્ચિંગ કરવાની હતી. જોકે કંપનીએ નવી લોન્ચિંગ ડેટ અને પોસ્ટપોનનું કારણ જાહેર કર્યું નથી. કંપનીનાં ટીઝર પેજમાં ફોનની લોન્ચિંગ ડેટ બદલીને કમિંગ સૂન લખવામાં આવ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 3 એપ્રિલે ફોન લોન્ચ થઈ શકે છે.

ટીઝર પેજ મુજબ ફોનનાં સ્પેસિફિકેશન                                                          

  • ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. ફ્રન્ટ કેમેરા ફોનની ટોપ જમણી બાજુએ આપવામાં આવશે. રિઅર કેમેરા સેટઅપ લંબચોરસ આકારમાં મળશે. ફોની જમણી બાજુએ પાવર અને વોલ્યુમ બટન મળશે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 32MP+8MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. સાથે જ ફોનમાં 48MP પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. આ સેટઅપમા 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો બોકેહ અને મેક્રો લેન્સ મળી શકે છે.
  • ફોનમાં 5000 mAhની બેટરી અને 6.2 ઈંચની સ્ક્રીન મળી શકે છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે. 5Gના ટ્રેન્ડમાં વિવો પણ આ ફોનથી એન્ટ્રી મારે તેવી શક્યતા છે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 26,000 રૂપિયા હોઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી