કન્ફર્મ / વિવોના ‘ટ્રુ વાયરલેસ નિયો’ ઈયરબડ્સ ચીનમાં 1 જૂને લોન્ચ થશે

X

  • આ ઈયરબડ્સમાં લૉ લેટન્સી ફીચર મળશે
  • બેટર સાઉન્ડ એક્સપિરિઅન્સ માટે હાઈ ક્વોલિટી ઓડિયો મળશે
  • ડાર્ક બ્લૂ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 02:00 PM IST

ટ્રુ વાયલરેસ ઈયરબડ્સના ટ્રેન્ડમાં વિવો પણ પોતોની પ્રોડક્ટ લોન્ચ કરશે. ચીનમાં 1 જૂને ‘ટ્રુ વાયરલેસ નિયો’ ઈયરબડ્સ લોન્ચ થશે. ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર કંપનીએ તેનું ટીઝર લોન્ચ કર્યું છે. 

ટીઝર મુજબ ‘ટ્રુ વાયરલેસ નિયો’નાં ડાર્ક બ્લૂ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.શાઓમી અને રિઅલમીના ઈયરબડ્સની જેમ વિવોના આ ઈયરબડ્સમાં પણ લૉ લેટન્સી ફીચર મળશે. તેને ચાર્જિંગ કેસ સાથે જ લોન્ચ કરવામાં આવશે. તેમાં બેટર સાઉન્ડ એક્સપિરિઅન્સ માટે હાઈ ક્વોલિટી ઓડિયો મળશે.

12mmનાં ડ્રાઈવર્સ મળી શકે છે

તેનાં ચાર્જિંગ કેસમાં રાઉન્ડ બટન મળશે. તેની ઉપર નોટિફિકેશન ઈન્ડિકેટર તરીકે LED મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં 12mmનાં ડ્રાઈવર્સ મળી શકે છે. તેમાં ટચ સેન્સિટિવ અને કન્ટ્રોલ અને વોઈસ અસિસ્ટન્સ ફીચર સપોર્ટ મળશે. જોકે તેની કિંમત અને સ્પેસિફેકિશન વિશે કંપનીએ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી