ન્યૂ લોન્ચ:3GB એક્સટેન્ડેડ રેમ અને 64MPના પ્રાઈમરી રિઅર કેમેરાથી સજ્જ 'વિવો Y73'ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹20,990

4 મહિનો પહેલા
  • ફોનમાં 8GBની ઈનબિલ્ટ રેમ મળે છે. તેને 3GB સુધી એસ્ટ્રા એક્સપાન્ડ કરી શકાય છે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે

વિવોએ ભારતીય માર્કેટમાં તેનો મિડ રેન્જ 4G સ્માર્ટફોન 'વિવો Y73' લોન્ચ કર્યો છે. ફોનનું 8GB+128GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. ફોન ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર અને ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ છે. ફોન સાથે કંપની 11 વૉટનું ફાસ્ટ ચાર્જર ઓફર કરી રહી છે. લોન્ચિંગ સાથે જ ફોનનું વેચાણ પણ શરૂ થયું છે.

'વિવો Y73'ની કિંમત, ઓફર્સ અને ઉપલબ્ધતા
કંપનીએ ફોનનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 20,999 રૂપિયા છે. ફોન ડાયમંડ ફ્લેર અને રોમન બ્લેક કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સાથે ફોનની ખરીદી એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, ટાટા ક્લિક સહિતના પ્લેટફોર્મ પરથી કરી શકાશે.

વિવો તેના સ્ટોર પર 500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. તેનો ફાયદો HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સને EMI ટ્રાન્ઝેક્શન પર મળશે. બજાજ ફિનસર્વ પર 'નો કોસ્ટ EMI'ની પણ સુવિધા કંપની ઓફર કરી રહી છે. તો ફ્લિપકાર્ટ પર ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝરને 5%નું કેશબેક મળશે.

'વિવો Y73'નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ફનટચ 11.2 OS પર રન કરે છે.
  • ફોનમાં 6.44 ઈંચની AMOLED નોચ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. ફોનમાં 8GBની ઈનબિલ્ટ રેમ મળે છે. તેને 3GB સુધી એસ્ટ્રા એક્સપાન્ડ કરી શકાય છે. તે ફોનમાં વધારે સ્પેસ જનરેટ કરશે. એક્સટેન્ડેડ રેમ ટેક્નોલોજીની મદદથી એક સાથે 20 એપ્સ ઓપન કરી શકાશે. ફોનમાં 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. તેને SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • વીડિયો અને ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP (પ્રાઈમરી કેમેરા) +2MP (ડેપ્થ સેન્સર)+2MP (મેક્રો શૂટર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કેમેરા સેટઅપમાં નાઈટ મોડ, પોટ્રેટ લાઈટ ઈફેક્ટ, વીડિયો ફેસ બ્યુટી, ડ્યુઅલ વ્યૂ વીડિયો, 4K વીડિયો, આઈ ઓટોફોકસ, અલ્ટ્રા સ્ટેબલ વીડિયો, સુપર મેક્રો, બોકેહ પોટ્રેટ, મલ્ટિ સ્ટાઈલ પોટ્રેટ જેવાં મોડ મળે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G, ડ્યુઅલ વાઈફાઈ બેન્ડ, GPS, બ્લુટૂથ v5, 3.5mm ઓડિયો જેક, USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર છે.
  • ફોન 4000mAhની બેટરીથી સજ્જ છે, તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપની 11 વૉટનું ચાર્જર પણ આપી રહી છે. ફોનનું ડાયમેન્શન 161.24x74.37x7.38mm અને વજન 170 ગ્રામ છે.