અપકમિંગ મિડરેન્જ 5G સ્માર્ટફોન:15 જૂને 'વિવો Y72' સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે, 4GB એક્સ્ટ્રા સોફ્ટવેર રેમ અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

2 વર્ષ પહેલા
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળી શકે છે
  • ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે હશે. તેનો રિફ્રેશ રેટ 90Hz હોઈ શકે છે

વિવો ભારતીય માર્કેટમાં તેનો Y સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની 15 જુલાઈએ 'વિવો Y72' સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં 5G કનેક્ટિવિટી મળશે. તેની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

'વિવો Y72'નાં બેઝિક સ્પેસિફિકેશન

  • કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન વિશે ઓફિશયલી ડિટેલ જાહેર કરી નથી. લીક રિપોર્ટ પ્રમાણે, ફોનમાં HD ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 1080 પિક્સલ હશે. તેનો રિફ્રેશ રેટ 90Hz હશે.
  • અન્ય સ્માર્ટફોનની જેમ આ ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં 8GBની રેમ સાથે એક્સ્ટ્રા 4GB રેમ સોફ્ટવેરની મદદથી મળશે. અર્થાત ફોનમાં કુલ 12GBની રેમ મળશે. ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે. જોકે તેમાં કેટલા વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે તેના પર હજુ સસ્પેન્સ છે.

ઓફિશિયલ લોન્ચ પહેલાં વિવો Y72ની તસવીર લીક થઈ છે. તેમાં ફોનની બેક પેનલ જોવા મળી રહી છે. ફોટો પરથી કહી શકાય કે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. લીક રિપોર્ટ પ્રમાણે ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોનની જમણી બાજુ વોલ્યુમ બટન સાથે લૉક/અનલૉક બટન મળશે. આ બટનની ડિઝાઈન જોઈ કહી શકાય કે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનરની સુવિધા મળશે. ફોનમાં USB ટાઈપ C પોર્ટ મળશે.