ન્યૂ લોન્ચ:64MP પ્રાઈમરી કેમેરા અને 5,000mAhની બેટરીથી સજ્જ 'વિવો Y53s' સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹19,490
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે
વિવોનો Y સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'વિવો Y53s' લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનનાં 5G વેરિઅન્ટને જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે ફોનનું 4G વર્ઝન લોન્ચ થયું છે. તેનાં પ્રોસેસર અને કેમેરા કોન્ફિગરેશન સહિત ફીચર્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનની કિંમત 20,000 રૂપિયા કરતાં ઓછી છે. તેની સીધી ટક્કર રિયલમી 8 પ્રો (17,999 રૂપિયા), રેડમી નોટ 10 પ્રો મેક્સ (19,999 રૂપિયા), Mi 10i (21,999 રૂપિયા) જેવાં સ્માર્ટફોનથી થશે.
વિવો Y53sની કિંમત
ફોનનાં 8GB+128GB સિંગલ વેરિઅન્ટની કિંમત 19,490 રૂપિયા છે. સ્માર્ટફોનનાં ફેન્ટાસ્ટિક રેનબો અને ડીપ સી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનની ખરીદી એમેઝોન સહિત અન્ય રિટેલર્સ પાસેથી કરી શકાશે.
વિવો Y53sનાં સ્પેસિફિકેશન
- આ સ્માર્ટફોનમાં 6.53 ઈંચની LCD ડિસ્પ્લે છે. તે વોટરડ્રોપ નોચ અને ફુલ HD+ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે.
- ફોનનાં પાવર બટનમાં જ ફિંગર પ્રિન્ટ સ્કેનર છે. બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ડિઝાઈન અને રેક્ટેન્ગ્યુલર કેમેરા મોડ્યુલ મળે છે.
- ફોટોગ્રાફી માટે 64MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
- ફોનમાં મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર સાથે 8GB રેમ અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. ફોનનાં સ્ટોરેજનાં એક્સપાન્ડેશન માટે માઈક્રો SD કાર્ડ સ્લોટ મળે છે.
- તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ફનટચ OS 11.1 પર રન કરે છે.
- ફોનમાં 5,000mAhની બેટરી મળે છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-C પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ, 3.5 mm હેડફોન જેક અને GPS સહિતનાં ઓપ્શન મળે છે.