ન્યૂ ફોન લોન્ચ:રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરતો ‘વીવો Y3s’ ફોન લોન્ચ, દમદાર બેટરીથી 8 કલાકનો ગેમપ્લે મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીવો Y3s સ્માર્ટફોનને 9,490 રૂપિયામાં ખરીદી શકાય છે
  • ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે

વીવોએ પોતાના Y સિરીઝ અંતર્ગત નવો ફોન ‘વીવો Y3s (2021)’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. વીવોના સસ્તા સ્માર્ટફોનમાં 5,000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે અને તે રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે ઉપરાંત ફોન મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઈમરી કેમેરા 13MP (મેગાપિક્સલ)નો છે.

સ્માર્ટફોનની કિંમત
વીવો Y3s 2GB રેમ અને 32GB સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની કિંમત 9,490 રૂપિયા છે. ફોનમાં પર્લ વ્હાઈટ, મિંટ ગ્રીન અને સ્ટેરી બ્લુ સહિત 3 કલર ઓપ્શન મળે છે. વીવોના આ સ્માર્ટફોનને 18 ઓક્ટોબરથી વીવો ઈન્ડિયા ઈ-સ્ટોર, એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા CLiQ, પેટીએમ, બજાજ ફિનસર્વ EMI સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્ર પરથી ખરીદી શકાય છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે. વીવો Y3s સ્માર્ટફોનને 9,490 રૂપિયામાં ખરીદી શકાય છે.

ફોનમાં પર્લ વ્હાઈટ, મિંટ ગ્રીન અને સ્ટેરી બ્લુ સહિત 3 કલર ઓપ્શન મળે છે.
ફોનમાં પર્લ વ્હાઈટ, મિંટ ગ્રીન અને સ્ટેરી બ્લુ સહિત 3 કલર ઓપ્શન મળે છે.

પાવર બેંકનું પણ કામ કરશે
વીવો Y3s સ્માર્ટફોનમાં HD+ રિઝોલ્યુશનની સાથે 6.51 ઈંચની ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સ્માર્ટફોનમાં વીડિયો અને ગેમ્સ બંનેમાં વાઈડ અને સારો વ્યૂ મળે છે.

વીવો Y3s સ્પેસિફિકેશન
વીવો Y3s ફોન એન્ડ્રોઈડ 11 ગો એડિશન આધારિત Funtouch OS 11 પર કામ કરે છે. આ ફોનમાં 6.51 ઈંચ HD+ (720x1,600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની સાથે LCD વોટરડ્રોપ સ્ટાઈલ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ઉપરાંત ફોન મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે 2GB રેમ અને 32GB સ્ટોરેજ મળે છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઈમરી કેમેરા 13MPનો અને સેલ્ફી માટે ફોનમાં 5MP કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરા ફીચર્સમાં બ્યુટી મોડ, ટાઈમલેપ્સ અને રિઅર ફ્લેશ સામેલ છે. ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 19 કલાક સુધી ઓનલાઈન HD મૂવી સ્ટ્રીમિંગ અને 8 કલાક ગેમપ્લે પ્રદાન કરે છે. ફોનમાં રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ વી5, માઈક્રો USB પોર્ટ, GPS વગેરે સામેલ છે. ફોનમાં ફેસ અનલોક ફીચર છે.