લોન્ચ:50MP પ્રાઈમરી કેમેરા ધરાવતો 'વિવો Y33T' સ્માર્ટફોન લોન્ચ, ₹18,990માં પાવરફુલ ગેમિંગ એક્સપિરિઅન્સ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SD કાર્ડની મદદથી ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે
  • વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે

વિવોએ તેનો નવો મિડરેન્જ સ્માર્ટફોન 'વિવો Y33T' લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસરથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે યુઝર્સને પાવરફુલ ગેમિંગ એક્સપિરિઅન્સ મળે છે. ફોનમાં ફ્લેટ ફ્રેમ મળે છે. તેની થિકનેસ માત્ર 8mmની છે.

કિંમત

વિવો Y33Tનાં સિંગલ વેરિઅન્ટ 8GB+128GBની કિંમત 18,990 રૂપિયા છે. તેનાં મિરર બ્લેક અને મિડડે ડ્રીમ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં લોન્ચિંગ સાથે તે વિવો ઈન્ડિયા ઈ સ્ટોર, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદી માટે અવેલેબલ છે.

1TB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે
ફોનમાં 6.58 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. તે 2.5D કર્વ્ડ સાથે આવે છે. ફોનની ખાસ વાત એ છે કે તેનાં ઈન્ટર્નલ સ્ટોરેજ 128GBને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ

વિવોના આ લેટેસ્ટ ફોનમાં 50MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફોનનો કેમેરા નાઈટ મોડ, સ્લો મોશન, ટાઈમ લેપ્સ, ડોક્યુમેન્ટ્સ સહિતના મોડ સપોર્ટ કરે છે. વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.

બેટરી
સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. વિવોના આ સ્માર્ટફોનની 5,000mAh બેટરી 18 વૉટનં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, GSM, OTH, વાઈફાઈ, બ્લુટૂથ, GPS, FM અને 3.5mmના ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે. સારાં પર્ફોર્મન્સ માટે ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિઅન્ટ લાઈટ, ઈ કમ્પાસ, જાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર મળે છે.

અન્ય સમાચારો પણ છે...