લૉ બજેટ સ્માર્ટફોન:બ્લૂ લાઈટ ફિલ્ટર અને રિવર્સ ચાર્જિંગ ફીચર સપોર્ટ કરતો સ્માર્ટફોન 'વિવો Y21e' લોન્ચ થયો, કિંમત ₹12,990

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અવેક ફીચર મળે છે
  • ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે

વિવોએ તેનો લૉ બજેટ સ્માર્ટફોન 'વિવો Y21e' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ પોકેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 680 SoC પ્રોસેસરથી સજ્જ છે. આ સ્માર્ટફોન 5000mAhની બેટરીથી અટેચ છે. તે ફાસ્ટ ચાર્જિંગ સાથે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. ફોનની હાનિકારક બ્લૂ લાઈટ આંખને નુકસાન ન કરે તેના માટે તેમાં આઈ પ્રોટેક્શન મોડ મળે છે.

કિંમત
'વિવો Y21e'નાં 3GB+64GB વેરિઅન્ટની કિંમત 12,990 રૂપિયા છે. સ્માર્ટફોનની ખરીદી વિવો ઓનલાઈન સ્ટોર અને રિટેલ સ્ટોર પરથી કરી શકાશે. ફોનનાં ડાયમંડ ગ્લો અને મિડનાઈટ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

'વિવો Y21e'નાં સ્પેસિફિકેશન

  • એન્ડ્રોઈડ 12 પર રન કરતાં આ ફોનમાં 6.51 ઈંચની HD+ LCD ફુલ વ્યૂ LCD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1,600 પિક્સલ છે. બ્લૂ લાઈટ ફિલ્ટર કરવા માટે તેમાં આઈ પ્રોટેક્શન મોડ મળે છે.
  • સ્માર્ટફોન સ્નેપડ્રેગન 680 SoC પ્રોસેસર પર રન કરે છે. ફોનમાં અલ્ટ્રા ગેમ મોડ મળે છે તેનાથી યુઝર્સને સારો ગેમિંગ એક્સપિરિઅન્સ મળશે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનનો કેમેરા પર્સનલાઈઝ્ડ પોટ્રેટ મોડ, સુપર HDR અને ફેસ બ્યુટી મોડ સહિતના ફીચર મળે છે.
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 64GBનું છે. તેને SD કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનની 5000mAhની બેટરી 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોનથી સ્માર્ટવોચ અને ઈયરફોન સહિતના ડિવાઈસ ચાર્જ કરી શકાય છે. સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ વેક ફીચર મળે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, ડ્યુઅલ બેન્ડ WiFi, USB ટાઈપ-C પોર્ટ અને બ્લુટૂથ V5 સહિતના ઓપ્શન મળે છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ઈ કમ્પાસ, જાયરોસ્કોપ, GPS,બીડો, ગ્લોનાસ, ગેલીલિયો અને QZSS સહિતના સેન્સર્સ મળે છે. ફોનનું ડાયમેન્શન 164.26x76.08x8.00mm અને વજન 182 ગ્રામ છે.