વિવો Y21 સ્માર્ટફોન લોન્ચ:13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ છે ફોન, કિંમત ₹13,990

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા અને 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ મળે છે
  • ફોનની ખરીદી ઓફિશિયલ સાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે

વિવોએ તેનો Y સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'વિવો Y21' ભારતમાં લોન્ચ કર્યો છે. ફોનમાં 5000mAhની દમદાર બેટરી મળે છે. ફોનનાં ડાયમંડ ગ્લો અને મિડનાઈટ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોન ડ્યુઅલ રિઅર કેમેરા અને ફૂલ વ્યૂ LCD પેનલથી સજ્જ છે.

કિંમત
વિવો Y21 સ્માર્ટબેન્ડ એક મિડ બજેટ સ્માર્ટફોન છે. ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,990 રૂપિયા છે. 4GB+128GB વેરિઅન્ટની કિંમત 15,490 રૂપિયા છે. ફોનની ખરીદી વિવો ઈન્ડિયા સ્ટોર સિવાય એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાય છે.

વિવો Y21નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.51 ઈંચની HD+ ફૂલ વ્યૂ LCD પેનલ મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
  • ફોન એન્ડ્રોઈડ 11 પર બેઝ્ડ ફનટચ 11.1 OS પર રન કરે છે.
  • ફોન મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનું મેક્રો સેન્સર મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં 5000mAhની બેટરી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G, વાઈફાઈ, બ્લુટૂથ 5, GPS અને 3.5mmનો હેડફોન જેક સહિતના ઓપ્શન મળે છે.
અન્ય સમાચારો પણ છે...