ન્યૂ લોન્ચ:AI પાવર સેવિંગ ટેક્નોલોજીથી સજ્જ 'વિવો Y20T' સ્માર્ટફોન લોન્ચ થયો, સોફ્ટવેરથી એક્સ્ટ્રા 1GB રેમ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AI પાવર સેવિંગ ટેક્નોલોજીને કારણે ફુલ ચાર્જ બાદ ફોન 20 કલાકનું ઓનલાઈન HD મૂવી સ્ટ્રીમિંગ આપશે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
  • ફોનમાં 13MPનું AI ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

વિવોએ તેનો Y સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'Y20T' લોન્ચ કર્યો છે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં સોફ્ટવેરની મદદથી 1GBની એક્સ્ટ્રા રેમ મળશે. ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

કિંમત અને અવેલેબિલિટી
ફોનનું 6GB+64GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 15,490 રૂપિયા છે. ફોનનાં ઓબ્સીડિયન બ્લેક અને પ્યૂરિસ્ટ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. લોન્ચિંગ સાથે જ કંપનીએ તેનો ઓનલાઈન અને ઓફલાઈન સેલ શરૂ કર્યો છે. કંપનીના ઈ-સ્ટોર સાથે એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, બજાજ ફિનસર્વ EMI સ્ટોર અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી ફોનની ખરીદી કરી શકાશે. બજાજ ફિનસર્વના ગ્રાહકોને ફોનની ખરીદી પર 500 રૂપિયાનું કેશબેક મળશે.

વિવો Y20Tનાં સ્પેસિફિકેશન્સ

  • આ સ્માર્ટફોનમાં 6.51 ઈંચની હાલો ફુલવ્યૂ HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1600×720 પિક્સલ છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર મળે છે.
  • ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ફનટચ OS 11.1 પર રન કરે છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે AI ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ, 2MPનો મેક્રો અને 2MPનો બોકેહ લેન્સ મળે છે. મેક્રો લેન્સની મદદથી 4 સેન્ટિમીટર નજીકથી ઓબ્જેક્ટની ક્લિયર કટ ફોટોગ્રાફી કરી શકાય છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે. તે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમાં AI પાવર સેવિંગ ટેક્નોલોજી મળે છે. ફુલ ચાર્જ બાદ ફોન 20 કલાકનું ઓનલાઈન HD મૂવી સ્ટ્રીમિંગ અને 8 કલાકનું ગેમિંગ સપોર્ટ કરશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.