સસ્તો સ્માર્ટફોન:વિવોએ લોન્ચ કર્યો લૉ બજેટ સ્માર્ટફોન Y1s, કંપની વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ સહિત આ ઓફર્સ આપી રહી છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ફોન 2 કલર્સ અરોરા બ્લૂ અને ઓલિવ બ્લેકમાં ઉપલબ્ધ થશે
 • જિયો લોક ઈન ઓફર સાથે 4550 રૂપિયા સુધીનો લાભ મળે છે

વિવો Y1sને ભારતમાં કંપનીના લેટેસ્ટ લૉ બજેટ સ્માર્ટફોન તરીકે સાયલન્ટલી લોન્ચ કર્યો છે. ફોન કંપનીની ઓફિશિયલ સાઈટ પર લિસ્ટ થયો છે. તે એન્ડ્રોઈડ 10 OS, મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર, 13MP રિઅર કેમેરા અને 4030mAh બેટરીથી સજ્જ છે.

વિવો Y1sને એન્ટ્રી લેવલ હેન્ડસેટ રુપે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 10,000 રૂપિયા કરતાં પણ ઓછી છે. ભારતમાં તેના 2 કલર વેરિઅન્ટ અવેલેબલ છે. વિવો મિડરેન્જ ફ્લેગશિપ ફોન વિવો V20 પ્રો પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે.

વિવો Y1: ભારતમાં કિંમત અને સેલ ડેટ

 • ફોનનું લિસ્ટિંગ ઓફિશિયલ સાઈટ પર થયું છે, પરંતુ હાલ કંપનીએ તેની કિંમત વિશે કોઈ સ્પષ્ટ કરી નથી.
 • જોકે મુંબઈના રિટેલર મહેશ ટેલિકોમે પુષ્ટિ કરી છે કે, ફોનનાં 2GB+32GB વેરિઅન્ટની કિંમત 7,990 રૂપિયા છે.
 • તેના અરોરા બ્લૂ અને ઓલિવ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
 • ફોન જિયો લોક ઈન ઓફર સાથે આવે છે, જે યુઝર્સને 4550 રૂપિયા સુધીનું બેનિફિટ આપે છે.
 • કંપની સાથે 90 દિવસની shemaroo OTT સબસ્ક્રિપ્શન અને વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ વૉરન્ટી પણ આપી રહી છે.

વિવો Y1s સ્માર્ટફોન: સ્પેસિફિકેશન અને ફીચર્સ

 • ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ સાથે આ ફોન એન્ડ્રોઈડ 10 OS સપોર્ટ કરે છે. ફોનમાં 6.22 ઈંચની HD+ LCD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1,520 પિક્સલ છે, જેમાં 88.6% સ્ક્રીન ટુ બોડી રેશિયો મળે છે.
 • ફોન મીડિયાટેક હીલિયો P35 MT6765 પ્રોસેસરથી સજ્જ છે, જેને 2GB રેમ સાથે અટેચ કરવામાં આવ્યું છે. તેમાં 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • કેમેરાની વાત કરવામાં આવે તો, 13MPનો રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • સેલ્ફી કેમેરા ડિસ્પ્લેના ટોપ બેઝલ પર વોટરડ્રોપ સ્ટાઈલ નોચની અંદર અટેચ છે. ફોન રિયર LED ફ્લેશ સપોર્ટ કરશે. તેમાં બ્યુટી અને ટાઈમ લેપ્સ જેવાં મોડ પણ મળશે.
 • ફોનમાં 4030mAhની બેટરી અને કનેક્ટિવિટી માટે 2.4G વાઈફાઈ, બ્લુટૂથ વર્ઝન 5, માઈક્રો USB પોર્ટ, GPS, USB OTG, FM રેડિયો અને 3.5mm ઓડિયો જેકની સુવિધા મળે છે.
 • ફોનનું ડાયમેન્શન 155.11x75.09x8.28mm છે, તેનું વજન 160 ગ્રામ છે.
 • ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સીમિટી સેન્સર, ઈ કમ્પાસ અને વર્ચ્યુઅલ ઝાયરોસ્કોપ સેન્સર આપવામાં આવ્યાં છે.
 • સિક્યોરિટી માટે ફોન ફેસ અનલોક સપોર્ટ કરે છે અને સિસ્ટમ વાઈડ ડાર્ક મોડ સાથે આવે છે.