તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવોનો નવો ફોન:Y1sને 3GB રેમ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો, 4,030mAhની બેટરી અને 13MPનો પ્રાઈમરી કેમેરા મળશે

3 મહિનો પહેલા
  • કંપનીએ 2GB વેરિઅન્ટમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે
  • Y1s 3GB વેરિઅન્ટમાં ગ્રાહકોને અરોરા બ્લૂ અને ઓલિવ બ્લેક કલર ઓપ્શનમાં મળશે

વિવોએ ભારતમાં પોતાનો લો બજેટ Y1s સ્માર્ટફોનને 3GB રેમ વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યો છે. પહેલાં આ ફોનમાં માત્ર 2GB રેમ વેરિઅન્ટ જ અવેલેબલ હતું. નવા વેરિઅન્ટને 32GB સ્ટોરેજ અને બે કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. તો બીજી તરફ કંપનીએ Y1s અને Y12sની કિંમત વધારી છે. નવી કિંમતો ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્લેટફોર્મ પર લાગુ થશે.

વિવો Y1s 3GB કિંમત
વિવો Y1s 3GBની કિંમત 9,490 રૂપિયા હશે. તેમાં અરોરા બ્લૂ અને ઓલિવ બ્લેક કલર ઓપ્શન મળશે. ફોનનું વેચાણ એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, પેટીએમ, ટાટા ક્લિક, વિવો ઈન્ડિયા ઈ-સ્ટોર પર થશે. ગ્રાહકો આ સ્માર્ટફોનને ઓફલાઈન સ્ટોર પરથી પણ ખરીદી શકશે.

વિવો Y1sનાં સ્પેસિફિકેશન

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • ફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ફનટચ 10.5 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
  • તેમાં 6.22 ઈંચ HD+ ડિસ્પ્લે આપી છે.
  • ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસરની સાથે 3GB રેમ મળશે. ઓનબોર્ડ સ્ટોરેજ 32GB છે.
  • તેમાં માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી સ્ટોરેજ વધારી શકાશે.
  • ફોટો અને વીડિયો માટે તેમાં 13MP પ્રાઈમરી કેમેરા આપ્યો છે. સેલ્ફી માટે 5MPનો લેન્સ છે. ફોનમાં 4G LTE કનેક્ટિવિટીની સાથે Wi-Fi, બ્લુટૂથ GPS/ A-GPS, FM રેડિયો, માઈક્રો USB અને 3.5mm ઓડિયો જેક સપોર્ટ કરે છે.
  • વિવો Y1s ફોનમાં બેટરી 4,030mAhની મળશે.
  • ફોનનું વજન 161 ગ્રામ છે.

વિવો Y1s, વિવો Y12sની કિંમતો વધી
કંપનીએ એકબાજુ વિવો Y1sનું 3GB રેમ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, તો બીજી તરફ Y1s 2GB રેમ વેરિઅન્ટની કિંમત વધારી છે. ફોનની કિંમત 7,990 રૂપિયા હતી તે વધીને હાલ 8,490 રૂપિયા થઈ ગઈ છે. આમ Y12sની પણ નવી કિંમત 10,490 રૂપિયા થઈ ગઈ છે. આ ફોનની કિંમત પહેલાં 9,990 રૂપિયા હતી. નવી કિંમતો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર દેખાવવા લાગી છે.