વિવો Y12G સ્માર્ટફોન લોન્ચ:13MP રિઅર કેમેરા અને 5000mAhની બેટરી મળશે, મલ્ટિ ટર્બો ફીચર ગેમિંગ એક્સપિરિઅન્સ વધારશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર મળે છે

ચાઈનીઝ ટેક બ્રાન્ડ વિવોએ તેનો Y સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'વિવો Y12G' લોન્ચ કર્યો છે. ફોનની કિંમત 10,999 રૂપિયા છે. તેનાં ફેન્ટમ બ્લેક અને ગ્લેશિયર બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોન વિવો ઈન્ડિયાની વેબસાઈટ પર ઓપન સેલમાં અવેલેબલ છે. ગેમિંગ એક્સપિરિઅન્સ માટે કંપની ફોનમાં મલ્ટિ ટર્બો 3.0 મોડ ઓફર કરી રહી છે.

મલ્ટિ ટર્બો બૂસ્ટરની જેમ કામ કરે છે

મલ્ટિ ટર્બો એન્જિન સારા ગેમિંગ એક્સપિરિઅન્સ માટે સોફ્ટવેર અને હાર્ટવેર માટે બૂસ્ટર સિરીઝ છે. ટર્બો PUBG બેટલગ્રાઉન્ડ્સ ઈન્ડિયા ગેમ અને અન્ય પોપ્યુલર મોબાઈલ ગેમ્સમાટે શાનદાર ગેમિંગ પર્ફોર્મન્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટથી ડાયરેક્ટ કનેક્ટ કરે છે. ટર્બો ગેમિંગ એપ માટે ફોનની મેમરીમાં જગ્યા બનાવે છે. તેથી ગેમિંગ સ્પીડ વધે છે.

વિવો Y12Gનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • આ ફોનમાં વિવો Y સિરીઝના ફોન Y12s અને Y12a જેવાં ફીચર્સ મળે છે. ફોનમાં 6.51 ઈંચની HD+ ડ્યુ ડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ છે.
  • વિવોનો આ લેટેસ્ટ ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ Funtouch 11 Os પર રન કરે છે.
  • ફોનમાં 3GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનું ડેપ્થ સેન્સર છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં 5000mAhની બેટરી છે, જે 10 વૉટ ચાર્જિંગ સાથે આવે છે.
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. આ સાથે જ ફેસ અનલોક ફીચર પણ સપોર્ટ કરે છે.