લોન્ચ:12G રેમની સાથે વીવો X80 પ્રો અને વીવો X80 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીવોએ X80 પ્રો અને વીવો X80 સ્માર્ટફોનને ઈન્ડિયામાં લોન્ચ કરી દીધો. તેને વીવો X70 સિરીઝની જગ્યા પર લોન્ચ કરવામાં આવ્યો છે. વેનિલા X80 ડિવાઈસમાં મીડિયાટેકના ડાઈમેન્સિટી 9000 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે વીવો X80 પ્રોને સ્નેપડ્રેગન 8 Gen 1 પ્રોસેસરથી પેક કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એડવાન્સ્ડ ઈમેજિંગ સિસ્ટમથી સજ્જ છે, જેને લેન્સ મેકર- ઝાઈસની સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. કેમેરામાં સિનેમેટિક સ્ટાઈલ બોકેહ, સિનેમેટિક વીડિયો બોકેહ અને 360 ડિગ્રી હોરાઈઝન લેવલ સ્ટેબલાઈઝેશન જેવા ફીચર્સ છે. ફોનમાં એક ડેડિકેટેડ વીવો V1+ ઈમેજિંગ ચિપ છે, જે લો-લાઈટ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને સારી બનાવે છે.

વીવો X80 અને વીવો X80 પ્રોની કિંમત
વીવો X80 પ્રોની કિંમત સિંગલ 12GB RAM + 256GB સ્ટોરેદ વેરિઅન્ટ માટે 79,999 રૂપિયા છે. તેમજ વીવો X80ની કિંમત 8GB RAM + 128GB સ્ટોરેજ મોડલ માટે 54,999 રૂપિયા, 12GB RAM + 256GB સ્ટોરેજ કોન્ફિગરેશન માટે 59,999 રૂપિયા છે. વીવો X80 પ્રોને કોસ્મિક બ્લેક કલરમાં ખરીદી શકાશે, જ્યારે વીવો X80, કોસ્મિક બ્લેક અને અર્બન બ્લૂ કલરમાં આવશે.

બંને સ્માર્ટફોન 25 મેથી ફ્લિપકાર્ટ, વીવો ઈન્ડિયાના ઓનલાઈન સ્ટોર અને સમગ્ર દેશમાં આવેલા રિટેલ સ્ટોર પર મળશે.

વીવો X80પ્રોના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • આ ફ્લેગશિપ હેન્ડસેટમાં 2K (1,440x3,200 પિક્સલ) રિઝોલ્યુશનવાળી 6.78 ઈંચની અમોલેડ ડિસ્પ્લે અને 120Hz સુધીનો રિફ્રેશ રેટ છે. આ ફોન સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રોસેસરની સાથે આવે છે અને એન્ડ્રોઈડ 12 પર આધારિત ઓરિજિન OS પર ચાલે છે.
  • વીવો X80પ્રોમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50 મેગાપિક્સલનો સેમસંગ ISOCELL GNV પ્રાઈમરી સેંસર, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સોની IMX598 શૂટર, પોટ્રેટ લેંસની સાથે 12 મેગાપિક્સલનો સોની IMX663 સેંસર અને 8 મેગાપિક્સલનો કેમેરા પેરિસ્કોપ આકારનો અલ્ટ્રા ટેલી ફોટો લેંસ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે.
  • ફોનમાં 4,700mAh બેટરી છે જે 80W ફ્લેશ ચાર્જ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વજન 219 ગ્રામ છે. તેને IP68 રેટિંગ મળ્યું છે.

વીવો X80ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • વીવો X80માં ફૂલ HD+(1,080x2,400 પિક્સલ) રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટની સાથે 6.78 ઈંચની એમોલેડ ડિસ્પ્લે છે. આ ફોન મીડિયાટેકના ડાયમેન્સિસટી 9000 SoCથી સજ્જ છે.
  • ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50 મેગાપિક્સલ સોની IMX866 RGBW સેંસર મેન છે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) ઓફર કરે છે. સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેંસર અને 12 મેગાપિક્સલનો પોર્ટ્રેટ સેંસર પણ છે. ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
  • એન્ડ્રોઈડ 12 પર ચાલચા આ ડિવાઈસમાં 4500mAhની બેટરી છે, જે 80વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વજન 206 ગ્રામ છે.