અપકમિંગ ફ્લેગશિપ ફોન:ઓનલાઈન સ્ટોર પર લિસ્ટિંગથી સામે આવી વિવો X60/X60 પ્રોની ડિટેલ, જાણો ફોન કયા ફીચર્સથી સજ્જ હશે
- વિવો X60 સિરીઝમાં 2 સ્માર્ટફોન- X60 અને X60 પ્રો સામેલ હોઈ શકે છે
- રિપોર્ટ્સ પ્રમાણે, કંપની તેમાં ત્રીજું વેરિઅન્ટ X60 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે
વિવો તેની X60 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે, તે પોતાના મોબાઈલ ફોટોગ્રાફી સોલ્યુશન્સને ઈમ્પ્રુવ કરવા માટે ZEISS સાથે પાર્ટનરશિપ કરશે. અર્થાત આ ટેક્નોલોજી પહેલાં X60 સિરીઝના સ્માર્ટફોનમાં જોવા મળશે.
ઓફિશિયલ ઓનલાઈન સ્ટોર પર લિસ્ટ થયા બંને મોડેલ
- ઓફિશિયલ લોન્ચ પહેલાં વિવો X60 અને X60 પ્રોને કંપનીના ઓફિશિયલ ઓનલાઈન સ્ટોર પર લિસ્ટ કરવામાં આવ્યા છે.
- લિસ્ટિંગમાં X60 સિરીઝના સ્પેસિફિકેશન જોવા મળી રહ્યા છે. સ્ટાન્ડર્ડ X60 અને X60 પ્રો વચ્ચે મુખ્ય અંતર ડિસ્પ્લેનું છે.
- પ્રીમિયમ સ્માર્ટફોન વિવો X60 પ્રોમાં એર કર્વ્ડ મળે છે, જ્યારે X60માં એક ફ્લેટ ડિસ્પ્લે મળે છે.
બંને મોડેલનાં સંભવિત સ્પેસિફિકેશન
- વિવો X60માં 8GBની રેમ સાથે 128GB અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ ઓપ્શન મળશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જ્યારે પ્રો વેરિઅન્ટમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી માટે બંને ફોનમાં સિંગલ પંચ હોલ કેમેરા મળશે.
- વિવો X60 પ્રોમાં 12GBની રેમ અને 256GBનું સ્ટોરેજ મળશે. બંને ફોન સેમસંગના એક્સીનોસ 1080 પ્રોસેસરથી સજ્જ છે. વિવો X60ના બ્લેક, વ્હાઈટ અને બ્લૂના ગ્રેડિઅન્ટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. પ્રો વેરિઅન્ટમાં માત્ર બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
પહેલાં કરતાં વધુ સારું ગિંબલ સ્ટેબિલાઈઝેશન મળશે
- વિવોએ સ્પેસિફિક કેમેરા ડિટેલની પુષ્ટિ કરી નથી. X60 અને X60 પ્રો બંનેમાં સેકન્ડ જનરેશનની ગિંબલ સ્ટેબિલાઈઝેશન ટેક્નોલોજીની સુવિધા મળી શકે છે. વિવો X60 અને X60 પ્રોમાં એન્ટિ રિફ્લેક્ટિવ કોટિંગ સાથે બોકેહ રેન્ડરિંગ માટે ZEISS 3D pop અલ્ગોરિધમ સાથે ZEISS વારિયો ટેસ્ટર લેન્સ મળી શકે છે.
- રિપોર્ટ પ્રમાણે કંપની ત્રીજું વેરિઅન્ટ X60 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે.