તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીક:ચાઈનીઝ વેબસાઈટ પર વિવોનો અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોન X60 પ્રો લિસ્ટ થયો, જાણો ફોન કયા સ્પેસિફિકેશનથી સજ્જ હશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ 5G સ્માર્ટફોનનો મોડેલ નંબર V2047A છે
  • તેમાં સેમસંગ એક્સીનોસ 1080 પ્રોસેસર મળી શકે છે

વિવોના અપકિમંગ ફ્લેગશિપ મોડેલ X60 પ્રોની ડિટેલ સતત લીક થઈ રહી છે. હવે આ સમાર્ટફોન ચાઈનીઝ વેબસાઈટ TENAA પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગ પ્રમાણે, આ સ્માર્ટફોનનો મોડેલ નંબર V2047A છે. આ 5G મોડેલ છે. તેનું વજન આશરે 178 ગ્રામ છે. અગાઉ લીક થયેલી ડિટેલ સાથે લિસ્ટિંગની ડિટેલ મેળ ખાય છે.

અગાઉ ગીકબેન્ચ પર આ સ્માર્ટફોન લિસ્ટ થયો હતો. તે પ્રમાણે X60 સિરીઝમાં 2 સ્માર્ટફોન લોન્ચ થશે. તેમાં સેમસંગનું એક્સીનોસ 1080 પ્રોસેસર મળશે.

લિસ્ટિંગ પ્રમાણે ફોનનાં ફીચર્સ
લિસ્ટિંગ પ્રમાણે ફોનનું ડાયમેન્શન 158.57x73.24x7.59mm છે અને વજન 178 ગ્રામ છે. તેમાં 6.56 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 1080x2376 પિક્સલ હશે. લિસ્ટિંગ ઈમેજ પ્રમાણે, ફોનમાં પંચ હોલ ડિઝાઈન મળશે, જે સ્ક્રીનના ટોપ સેન્ટર પર છે. ફોનમાં 4130mAhની બેટરી મળે છે. ગીકબેન્ચે આ સ્માર્ટફોનને V2047A મોડેલ નંબર સાથે લિસ્ટ કર્યો છે.

X60 સિરીઝના બંને મોડેલનાં સંભવિત સ્પેસિફિકેશન

  • વિવો X60માં 8GBની રેમ સાથે 128GB અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ ઓપ્શન મળશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જ્યારે પ્રો વેરિઅન્ટમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી માટે બંને ફોનમાં સિંગલ પંચ હોલ કેમેરા મળશે.
  • વિવો X60 પ્રોમાં 12GBની રેમ અને 256GBનું સ્ટોરેજ મળશે. બંને ફોન સેમસંગના એક્સીનોસ 1080 પ્રોસેસરથી સજ્જ હશે.
  • TENNA વેબસાઈટ લિસ્ટિંગ પ્રમાણે, ફોનમાં 48MP+13MP+13MP+8MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. સેલ્ફી માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • વિવો X60ના બ્લેક, વ્હાઈટ અને બ્લૂના ગ્રેડિઅન્ટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. પ્રો વેરિઅન્ટમાં માત્ર બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

પહેલાં કરતાં વધુ સારું ગિંબલ સ્ટેબિલાઈઝેશન મળશે

  • વિવોએ સ્પેસિફિક કેમેરા ડિટેલની પુષ્ટિ કરી નથી. X60 અને X60 પ્રો બંનેમાં સેકન્ડ જનરેશનની ગિંબલ સ્ટેબિલાઈઝેશન ટેક્નોલોજીની સુવિધા મળી શકે છે. વિવો X60 અને X60 પ્રોમાં એન્ટિ રિફ્લેક્ટિવ કોટિંગ સાથે બોકેહ રેન્ડરિંગ માટે ZEISS 3D pop અલ્ગોરિધમ સાથે ZEISS વારિયો ટેસ્ટર લેન્સ મળી શકે છે.
  • રિપોર્ટ પ્રમાણે કંપની ત્રીજું વેરિઅન્ટ X60 અલ્ટ્રા પણ લોન્ચ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો