વિવોનો નવો 5G સ્માર્ટફોન:ભારતમાં લોન્ચ થયો 'વિવો V21e 5G', 32MPનો ફ્રન્ટ કેમેરા અને 44 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે; સોફ્ટવેરની મદદથી 3GB રેમ એક્સ્ટ્રા મળશે

4 મહિનો પહેલા
  • ફોટો અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 64MP+8MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે. સાથે જ તે ફેસ અનલોક પણ સપોર્ટ કરે છે

વિવોએ ભારતમાં નવો મિડબજેટ 5G સ્માર્ટફોન 'વિવો V21e' લોન્ચ કર્યો છે. કંપની એ તેના રેમ અને સ્ટોરેજનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેમાં ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસર સાથે ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે. તેમાં થ્રી સાઈડ સ્લિમ બેઝલ્સ મળે છે. અર્થાત ફોનની ચારે બાજુમાંથી ત્રણ બાજુ સ્ક્રીન અને ફોનની બોડી વચ્ચે મિનિમમ જગ્યા આપવામાં આવી છે.

વિવો V21e 5Gની કિંમત
કંપનીએ તેનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 24,990 રૂપિયા છે. ફોનના ડાર્ક પર્લ અને સનસેટ જેઝ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોનની ખરીદી એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા ક્લિક, પેટીએમ સહિતના પ્લેટફોર્મ પરથી કરી શકાશે.

HDFC ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી EMI પર આ સ્માર્ટફોનની ખરીદી પર 2500 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. આ ઓફર 30 જૂન સુધી વિવો ઈન્ડિયા સ્ટોર પર વેલિડ રહેશે. ગ્રાહકોને ફોનની ખરીદી પર એમેઝોન ઈન્ડિયાનું 1000 રૂપિયાનું વાઉચર પણ મળશે.

વિવો V21e 5Gનાં સ્પેસિફિકેશન

  • ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ફનટચ OS 11.1 પર કામ કરે છે. તેમાં 6.44 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે.
  • ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર સાથે માલી G57 GPU મળે છે. ફોનમાં 8GB LPDDR4x રેમ સાથે 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. મેમરી કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે તેમાં સોફ્ટવેરની મદદથી 3GBની એક્સ્ટ્રા રેમ મળશે.
  • ફોટો અને વીડીયોગ્રાફી માટે તેમાં 64MP (પ્રાઈમરી લેન્સ)+8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)નું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G સાથે Wi-Fi, 4G, LTE, બ્લુટૂથ, GPS, USB ટાઈપ-C પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે. સાથે જ તે ફેસ અનલોક પણ સપોર્ટ કરે છે.
  • ફોનમાં 4,000mAhની બેટરી છે, જે 44 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તે 30 મિનિટમાં ફોનને 72% સુધી ચાર્જ કરી શકે છે. ફોનનું વજન 167 ગ્રામ છે. તે 7.67nm પાતળો છે.
અન્ય સમાચારો પણ છે...