તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિટેલ લીક:લોન્ચિંગ પહેલાં સામે આવી વિવો V20 પ્રો 5Gની કિંમત, જાણો ફોન કયા સ્પેસિફિકેશનથી સજ્જ હોઈ શકે છે

3 મહિનો પહેલા
 • ફોનનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થશે
 • ફોનનું લોન્ચિંગ ડિસેમ્બર ફર્સ્ટ હાફમાં થઈ શકે છે

વિવો V20 પ્રો 5G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. જોકે કંપનીએ તેની લોન્ચિંગ ડેટ વિશે કોઈ માહિતી આપી નથી. ફોન પ્રિ બુકિંગ માટે અવેલેબેલ છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ ફોનની કિંમત લીક થઈ છે. એક રિપોર્ટ પ્રમાણે, વિવો V20 પ્રો 5Gની કિંમત 30,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

રિપોર્ટ પ્રમાણે, વિવો V20 પ્રો 5Gની ભારતમાં કિંમત 29,900 રૂપિયા હશે. ફોનનું સિંગલ વેરિઅન્ટ જ લોન્ચ થશે, જેમાં 8GB રેમ અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. ઈન્ટર્નલ સ્ટોરેજને SD કાર્ડથી એક્સપાન્ડ પણ કરી શકાશે.

ફોનનું લોન્ચિંગ ડિસેમ્બરના ફર્સ્ટ હાફમાં થઈ શકે છે. સ્માર્ટફોનનું પ્રિ બુકિંગ કરનારા ગ્રાહકોને ICICI બેંક અને બેંક ઓફ બરોડાનાં માધ્યમથી 10% કેશબેક અને સરળ EMI ઓપ્શનનો લાભ મળશે.

વિવો V20 પ્રો 5Gનાં સ્પેસિફિકેશન

 • ફોનનું ભારતીય વર્ઝન પણ ગ્લોબલ વર્ઝનની જેમ જ હોય તેવી સંભાવના છે. આ ફોનમાં 6.44 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે અને ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા મળી શકે છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. તેમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળી શકે છે. ફોન એન્ડ્રોઈડ 11 પર બેઝ્ડ ફનટચ OS 11 પર કામ કરશે.
 • વિવોના આ અપકમિંગ ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 2MPનો કેમેરા મળશે.
 • સેલ્ફી માટે ફ્રન્ટમાં 44MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો વાઈડ એંગલ લેન્સ મળશે.
 • ફોનમાં 33 વૉટ ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે 4000mAhની બેટરી મળશે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો