• Gujarati News
  • Utility
  • Gadgets
  • Vivo Users Will Get The Latest Android 12 OS Update From November, Find Out When The Latest Update Will Come To Your Phone

OS અપડેટ:વિવો યુઝર્સને નવેમ્બર મહિનાથી લેટેસ્ટ એન્ડ્રોઈડ 12 OS અપડેટ મળશે, જાણો તમારા ફોનમાં ક્યારે નવી અપડેટ આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌ પ્રથમ નવી OS અપડેટ વિવો X70 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં મળશે

જો તમે વિવો યુઝર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર છે. વિવોએ તેના યુઝર્સ માટે એન્ડ્રોઈડ 12 OS અપડેટ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આગામી મહિનાથી કંપની X, V, Y અને S સિરીઝના સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ અપડેટ્સ આપશે. સૌ પ્રથમ નવી OSનો લાભ X70 પ્રો પ્લસ ગ્રાહકોને મળશે. નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી અલગ અલગ મોડેલમાં અપડેટ મળશે. એન્ડ્રોઈડ 12 OS અપડેટ કંપનીના ફનટચ OS બીટા વર્ઝન સાથે મળશે.

વિવોના આ સ્માર્ટફોનમાં મળશે એન્ડ્રોઈડ 12 OS

  • નવેમ્બર 2021 : X70 Pro+
  • ડિસેમ્બર 2021 : X60 Pro+, X60 Pro, X60, V21 અને Y72 5G
  • જાન્યુઆરી 2022 : X70 Pro, V21e, V20 2021, V20, Y21, Y51A અને Y31
  • માર્ચ 2022 : X50 Pro, X50, V20 Pro, V20 SE, Y33s, Y20G, Y53s અનેY12s
  • એપ્રિલ 2022 : V17 Pro, V17, S1 Pro, Y73, Y51, Y20, Y20i, Y30, S1 અને Y19

આ રીતે તમારો સ્માર્ટફોન અપડેટ કરો

ગૂગલની લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તમારા ફોનમાં કમ્પેટિબલ થશે ત્યારે તમારા સ્માર્ટફોન પર નોટિફિકેશન મળશે. નોટિફિકેશન મળ્યા બાદ તમે વાઈફાઈ અથવા મોબાઈલ નેટવર્કની મદદથી સિસ્ટમ અપડેટ કરી શકશો. જો નોટિફિકેશન ન મળે તો ફોનમાં Settings=> About phone=> System updatesમાં જઈને OS અપડેટ કરી શકો છો. અપડેટ કરતાં પહેલાં ધ્યાન રાખો કે તમારો ફોન મિનિમમ 50% ચાર્જ હોય. ફોન અપડેટમાં હોય ત્યારે તેના કોઈ પણ બટનનો એક્સેસ ન કરો.