ન્યૂ લોન્ચ:વિંગાજોય કંપનીએ નવું જૂનિયર ટાવર સ્પીકર લોન્ચ કર્યું, સિંગલ ચાર્જ પર 5 કલાક નોનસ્ટોપ મ્યુઝિક સાંભળી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પીકરમાં મલ્ટિપલ પેરિંગ મોડ મળે છે. તે FM રેડિયો, ઓક્સ, TF કાર્ડ, USB પેન ડ્રાઈવ સપોર્ટ કરે છે
  • સ્પીકરને એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ડિવાઈસ સાથે આઈફોન અને લેપટોપ સાથે કનેક્ટ કરી શકાય છે

ભારતીય ઈલેક્ટ્રોનિક્સ કંપની VingaJoyએ તેનું નવું GVT-298 જૂનિયર ટાવર બ્લુટૂથ સ્પીકર લોન્ચ કર્યું છે. તેની કિંમત 2999 રૂપિયા છે. તેના 3 કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. કંપની તેના પર 6 મહિનાની વૉરન્ટી આપી રહી છે. કંપનીનું કહેવું છે કે તેને તમામ રિટેલ સ્ટોર્સ સાથે ઓનલાઈન પ્લેટફોર્મથી ખરીદી શકાશે.

સ્પીકરને એલિગન્ટ ડિઝાઈન આપવામાં આવી છે. તે કોમ્પેક્ટ સાથે લાઈટવેટ પણ છે. કંપની સ્પીકરમાં ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્વોલિટીનો દાવો કરે છે. તેની બેટરી લાઈફ પણ 5 કલાકની છે.

વિંગાજોય GVT-298 જૂનિયર ટાવર સ્પીકરના ફીચર્સ

  • સ્પીકરમાં લેટેસ્ટ બ્લુટૂથ V5.0 વાયરલેસ કનેક્ટિવિટી મળે છે. કંપનીનું કહેવું છે કે તેની રેન્જ 11 મીટર છે. તેમાં 1200mAhની બેટરી મળે છે, જે 5 કલાકનું નોન સ્ટોપ મ્યુઝિક બેકઅપ આપે છે. સ્પીકરને એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ડિવાઈસ સાથે આઈફોન અને લેપટોપ સાથે કનેક્ટ કરી શકાય છે. તે 5 વૉટનો સાઉન્ડ આઉટપુટ આપે છે.
  • સ્પીકરમાં મલ્ટિપલ પેરિંગ મોડ મળે છે. તેમાં FM રેડિયો, ઓક્સ, TF કાર્ડ, USB પેન ડ્રાઈવ સપોર્ટ મળે છે. આ બ્લુટૂથ સ્પીકર પાર્ટી થવા નવરાશના સમય માટે બેસ્ટ ઓપ્શન છે.

યુવાનોની તમામ જરૂરિયાતનો ધ્યાનમાં રાખી ડેવલપ કરાયા
લોન્ચિંગ ઈવેન્ટમાં કંપનીના કો ફાઉન્ડર લલિત અરોડાએ કહ્યું કે, આ બ્લુટૂથ સ્પીકર લોન્ચ કરી અમે અમારા બ્લુટૂથ સ્પીકર પોર્ટફોલિયો વધારી ખુશ છીએ. તેને યુવાનોની મ્યુઝિકની જરૂરિયાતનો ધ્યાનમાં રાખી ડેવલપ કરાયા છે. આ બ્લુટૂથ સ્પીકર સારા દેખાય છે અને શાનદાર સાઉન્ડ ક્વૉલિટી આપે છે.