ન્યૂ પ્લાન:Viએ 267 રૂપિયાનો નવો પ્રી-પેઈડ પ્લાન લોન્ચ કર્યો, 25GB ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા મળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

Vi (વોડાફોન-આઈડિયા)એ 267 રૂપિયાનો નવો પ્રી-પેઈડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં ગ્રાહકોને 30 દિવસ માટે 25GB ડેટા મળશે. સાથે જ અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ મળશે. જિયોમાં આ જ પ્લાન 247 રૂપિયામાં મળે છે. તેમાં 30 દિવસની વેલિડિટી સાથે 25GB હાઈ સ્પીડ ડેટા મળે છે. Viએ 267 રૂપિયાના પ્લાન સાથે 128 રૂપિયાનો પ્રી-પેઈડ પ્લાન પણ લોન્ચ કર્યો છે. તેમાં 28 દિવસ સુધી Vi ટુ Vi નાઈટ મિનિટ ફ્રી મળે છે.

Viનો 267 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 267 રૂપિયાના રિચાર્જ પર 25GBનો ડેટા મળે છે. સાથે જ અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 100 SMS ફ્રી મળે છે. તેની વેલિડિટી 30 દિવસની છે. આ સિવાય 267 રૂપિયામા પ્રી-પેઈડ પ્લાનમાં Vi મૂવીઝ અને ટીવી એપનો એક્સેસ મળે છે. આ પ્લાન કંપનીની વેબસાઈટ અને એપ પર અવેલેબલ છે.

Viએ આ પ્લાનને તમામ 23 સર્કલના રાજ્યો માટે લોન્ચ કર્યો છે. એમેઝોન પે, ગૂગલ પે અને ફોન પેથી પણ આ પ્લાનનું રિચાર્જ કરાવી શકાય છે.

Viનો 128 રૂપિયાનો પ્લાન
ઓછો ડેટા કન્ઝ્યુમ કરતાં યુઝર્સ માટે કંપનીએ આ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં કોલિંગની સુવિધા મળે છે. તેમાં 10 લોકલ ઓન નેટ નાઈટ મિનિટ્સ મળે છે સાથે જ લોકલ અને નેશનલ કોલ પર 28 દિવસ સુધી 2.5પૈસા/ સેકન્ડનો ચાર્જ લાગે છે. નાઈટ મિનિટ્સ રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મળે છે. આ સિવાય Vi કસ્ટમર 128 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો લોકલ માટે 1 રૂપિયા પ્રતિ મેસેજ, STD 1.5 રૂપિયા અને ISD 5 રૂપિયા/ મેસેજનો ચાર્જ લાગે છે.

કંપનીના 128 રૂપિયાના પ્રીપેઈડ રિચાર્જ પ્લાનને MyVi વેબસાઈટ અને એપના પ્લાન વાઉચર સેક્શનમાં જોઈ શકાય છે. ઓનલી ટેક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, આ પ્લાન કેટલાક જ સર્કલમાં અવેલેબલ છે. તેમાં મુંબઈ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ (ઈસ્ટ) અને ઉત્તર પ્રદેશ (વેસ્ટ) સામેલ છે. જોકે અન્ય સર્કલમાં ટૂંક સમયમાં આ પ્લાન લોન્ચ થશે.

એરટેલનો 128 રૂપિયાનો પ્લાન
Viની જેમ એરટેલ પણ 128 રૂપિયાના પ્રીપેઈડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં લોકલ અને STD કોલ પર 2.5 પૈસા/સેકન્ડના દરથી 28 દિવસ સુધી મળે છે. જોકે, એરટેલ પ્લાનમાં ઓન નેટ મિનિટ સામેલ નથી.

ગયા મહિને Viએ 447 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. તેમાં 50GBનો ડેટા અને 60 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન જિયોના 447 રૂપિયાના પ્લાન જેવો જ છે.

અન્ય સમાચારો પણ છે...