• Gujarati News
  • Utility
  • Gadgets
  • UV Sterilizer Box, Pulse Oximeter To Portable Oxygen Canister; 5 Gadgets You Must Have To Beat The COVID 19 Again In 2022

કોરોના સામે લડવાના હાથવગાં હથિયાર:ઓક્સિજન લેવલ ઘટી જાય તો કેનિસ્ટર બહુ કામ લાગે, કોવિડ રેપિડ ટેસ્ટ કિટની ખરીદી અત્યારથી જ કરી લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UV સ્ટેરિલાઈઝર બોક્સ ઘરની હવામાં ફેલાયેલા બેક્ટેરિયા સાફ કરે છે

દેશમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. ગયા અઠવાડિયાં કરતાં આ અઠવાડિયે કોરોનાના 200% કેસ નવા આવ્યા છે. બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેર 262 ગણી વધારે ઝડપી છે. આ લહેરથી બચવા તમે એલર્ટ રહો એ જરૂરી છે. યોગ્ય ડાયટ અને કોવિડ પ્રોટોકોલ ફોલો કરવાની સાથે તમે ગેજેટ્સ વસાવી પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. કોવિડથી બચવા માટે તમે આ ગેજેટ્સનો ઉપયોગ કરી શકો છો.....

UV સ્ટેરિલાઈઝર બોક્સ કોવિડ મહામારી દરમિયાન તમારા ઘરે હોવું જરૂરી છે. એ ઘરની હવામાં ફેલાયેલા બેક્ટેરિયા સાફ કરે છે. આ બોક્સમાં સ્માર્ટફોન, સનગ્લાસ, ઈયરફોન, ચલણી નોટ સહિતની અનેક નાની વસ્તુઓ સ્ટેરિલાઈઝ કરી શકાય છે.

બીજી લહેરમાં પલ્સ ઓક્સિમીટરની અછત વર્તાઈ અને લોકોએ અનેક ગણી કિંમત ચૂકવી એની ખરીદી કરી. ત્રીજી લહેરની પીક પહેલાં જ તમે પલ્સ ઓક્સિમીટર વસાવી લો. એ બ્લડ ઓક્સિજન લેવલ જણાવે છે. એની કિંમત પણ પરવડે એવી જ હોય છે.

તમારા ઘરે ઓક્સિજન કેનિસ્ટર હોવું જરૂરી છે. કોવિડ પોઝિટિવ દર્દીનું ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો ઈમર્જન્સીમાં એ કામ આવે છે. એની ખરીદી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

કોવિડ દર્દીનું બ્લડપ્રેશર મેઇન્ટેન રહે એ જરૂરી છે. તમારા ઘરે જ આ મશીન વસાવી લો. માર્કેટમાં બીપી ચેક કરવા માટે ઈલેક્ટ્રોનિક મશીન પણ મળે છે. એ ઓટોમેટિક BP માપે છે.

તમને કોરોનાનાં કોઈ લક્ષણો જણાય તો પ્રારંભિક સ્તરે તમે આ કિટથી કોવિડ ટેસ્ટ કરી શકો છો. ટેસ્ટ કિટનું રિઝલ્ટ પોઝિટિવ આવે તો તમે આઈસોલેટ થઈ શકો છો. રેપિડ ટેસ્ટથી તમે લાંબી લાઈન અને ભીડથી બચી શકો છો.