• Gujarati News
  • Utility
  • Gadgets
  • Users Will Have To Pay Rs 269 Per Month For Exclusive Features Including Undo Tweet And Color Theme, Soon The Company Will Launch A Paid Service 'Twitter Blue'

ટ્વિટરનું નવું ફીચર:અનડુ ટ્વીટ અને કલર થીમ સહિતના એક્સક્લુઝિવ ફીચર્સ માટે યુઝરે દર મહિને 269 રૂપિયા આપવા પડશે, ટૂંક સમયમાં કંપની પેઈડ સર્વિસ 'ટ્વિટર બ્લૂ' લોન્ચ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પેઈડ સર્વિસમાં યુઝરને નવી કલર થીમ, કલર્ડ એપ આઈકોન અને રીડર મોડ મળશે
  • અનડુ ટ્વીટ ફીચરમાં યુઝર ટ્વીટ કોમ્પોઝ્ડ થાય તેનાં 5થી 30 સેકન્ડમાં ટ્વીટ ડિલીટ કરી શકશે

ટ્વિટર તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ 'ટ્વિટર બ્લૂ' શરૂ કરવા જઈ રહી છે. તેમાં યુઝર્સને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે. તેના માટે યુઝરે કંપનીને પૈસા આપવાના રહેશે. આ સર્વિસ માટે યુઝરે દર મહિને $2.99 (આશરે 269 રૂપિયા) આપવા પડશે.

સિક્યોરિટી રિસર્ચર જેન વૉન્ગે આ ફીચરના સ્ક્રીન શૉટ શેર કર્યા છે. તેમાં જોઈ શકાય છે કે યુઝરે આ પેઈડ સર્વિસ માટે દર મહિને 269 રૂપિયા ભરવાના રહેશે. જોકે હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે તે તમામ યુઝર માટે લોન્ચ થયું નથી. વૉન્ગના ટ્વીટ પ્રમાણે આ ફીચર એપ સ્ટોરમાં જોવા મળી રહ્યું છે. જોકે તે સિલેક્ટેડ યુઝર માટે જ છે.

આ પેઈડ સર્વિસમાં યુઝરને નવી કલર થીમ, કલર્ડ એપ આઈકોન અને રીડર મોડ મળશે. આ બધા ફીચર પેઈડ યુઝર માટે એક્સક્લુઝિવ રહેશે. પેઈડ યુઝર યલો, રેડ અને પર્પલ કલરની ટ્વિટર થીમ સિલેક્ટ કરી શકે છે. આ સાથે જ યુઝર પિન્ક, પર્પલ, ગ્રીન, ઓરેન્જ સહિતના કલર્સનો એપ આઈકોન પણ બદલી શકશે.

અનડુ ટ્વીટ
આ પેઈડ સર્વિસમાં ટ્વિટર યુઝર્સને એક્સક્લુઝિવ ફીચર્સ આપશે. તેમાં અનડુ ટ્વીટ સામેલ હોઈ શકે છે. તેમાં યુઝર ટ્વીટ કોમ્પોઝ્ડ થાય તેનાં 5થી 30 સેકન્ડમાં ટ્વીટ ડિલીટ કરી શકશે. આ ફીચરના ઉપયોગ માટે યુઝરને ઓપ્શન્સ પણ મળશે. તેમાં ઓરિજિનલ ટ્વીટ, રિપ્લાય અને ક્વૉટ માટે યુઝર્સ અનડુ ટ્વીટ ફીચર સિલેક્ટ કરી શકશે.

ઓર્ગેનાઈઝ ટ્વીટ્સ

ટ્વિટર બ્લૂ સબસ્ક્રાઈબર્સને કલેક્શન ફીચર્સ પણ મળશે. આ ફીચરની મદદથી યુઝર તેમના ટ્વીટ સેવ કરી શકશે અને તેને ઓર્ગેનાઈઝ કરી શકશે.

ટ્વિટરે તાજેતરમાં જ પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ કર્યું
કંપનીએ આ ફીચરનું નામ 'Tip Jar' રાખ્યું છે. આ ફીચરનું હાલ કંપની અન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર ટેસ્ટિંગ કરી રહી છે.

આ ફીચર તમારી ટ્વિટર પ્રોફાઈલ પર જ જોવા મળશે. યુઝરનેમની જમણી બાજુ ડોલર બિલ આઈકોન પર ટેપ કરવાથી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. તેમાં બેન્ડકેમ્પ, કેશ એપ, પેટ્રૉન, પે પલ અને વેનમો સહિતના ઓપ્શન મળે છે. જોકે હાલ આ ફીચર ક્રિએટર્સ, જર્નાલિસ્ટ અને નોન પ્રોફિટ્સ ગ્રુપ્સ માટે એક્ટિવેટ થયું છે. આ પેમેન્ટ ફીચર માટે કંપની કોઈ કમિશન નહિ લે.

અન્ય સમાચારો પણ છે...