માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરનાં CEO ઈલોન મસ્કે નવા વર્ષનાં અવસર પર ટ્વિટરમાં એક નવું ફીચર ઉમેરવાની જાહેરાત કરી છે. આ અપકમિંગ ફીચરથી યૂઝર્સ સ્વાઈપિંગનાં માધ્યમથી રિકમેંડેડ, ફોલો કરેલા ટ્વીટ, ટ્રેન્ડ અને ટોપિક્સ વચ્ચે સ્વિચ કરી શકશે. આ ફીચર આવવાથી આ પ્લેટફોર્મની ઉપયોગની રીતમાં ઘણા ફેરફાર આવશે.
શનિવાર (31 ડિસેમ્બર)નાં રોજ ઈલોન મસ્કે પોતાનાં ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘નવું ટ્વિટર નેવિગેશન જાન્યુઆરી 2023માં આવી રહ્યું છે. તે તમને સ્વાઈપિંગનાં માધ્યમથી રિકમેંડેડ, ફોલો કરેલા ટ્વીટ, ટ્રેન્ડ અને ટોપિક્સ વચ્ચે સ્વિચ કરી શકવાની સુવિધા આપશે. ત્યાં સુધી સ્વિચ કરવા માટે હોમ સ્ક્રિનની ઉપર જમણી તરફ અથવા સ્ટાર આઈકોન પર ટેપ કરો.’
આ ફીચર્સ પણ એક્ટિવ થશે
તે પછી મસ્કે અન્ય પોસ્ટ પર ટ્વિટરમાં આપવામાં આવેલ ફીચર્સ અંગે માહિતી આપી. તેઓએ કહ્યું કે, ટ્વિટરની પાસે શેર બટનનાં માધ્યમથી એક બુકમાર્ક ફંકશન હાજર છે. બુકમાર્ક વાંચવા માટે પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરો. જુદી-જુદી કેટેગરીઓમાં ટ્વીટ્સને બુકમાર્ક કરવા માટે એક ફોલ્ડર બનાવવું સરળ બની જશે. લાઈક અને અનલાઈનાં બુકમાર્ક પર્સનલ રહેશે.
મોબાઈલ એપ પર બોલ્યા મસ્ક
એક યૂઝરે ટ્વીટ કરીને મસ્કને મોબાઈલ એપ્લિકેશન લિસ્ટમાં સ્વાઈપ કરવા અંગે પૂછ્યું. તેઓએ પ્રશ્ન કર્યો, ‘પરંતુ, લિસ્ટની વચ્ચે સ્વાઈપ કરવા અંગે શું થશે? વર્તમાનમાં મોબાઈલ એપ પર આ સૌથી શ્રેષ્ઠ ફીચર્સમાંનું એક છે.’ ઈલોન મસ્કે યૂઝરને કહ્યુ કે, ‘લિસ્ટ માટે પણ સુવિધા મળશે.’
બે મહિનામાં એપમાં અનેક ફેરફાર કર્યા
ટ્વિટર ખરીદ્યા પછી મસ્ક નિરંતર તેમાં કોઈને કોઈ બદલાવ લાવતા રહ્યા છે. આ ફીચર પહેલાં ટ્વિટર યૂઝર્સને પોતાના ટ્વીટ્સમાં લોન્ગ ફોર્મ ટેક્સ્ટ ઉમેરવા માટે એક નવું ફીચર આપવામાં આવ્યું હતું, છેલ્લા બે મહિનામાં અનેક નવા ફીચર્સ આવ્યા છે, જેમાં ટ્વિટર બ્લૂ પણ સામેલ છે જે પેઈડ સર્વિસ છે. વિશ્વભરમાં આ ફીચરની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.
ટ્વિટર ટોપ પર
વિશ્વમાં ટ્વિટરનાં 22 કરોડ એક્ટિવ યૂઝર્સ છે. અમેરિકામાં 7.6 કરોડ અને ભારતમાં તેના 2.3 કરોડ યૂઝર્સ છે. વિશ્વભરમાં દરરોજ અંદાજે 50 કરોડ ટ્વીટ કરવામાં આવે છે. ટ્વિટરને જુલાઈ 2006માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેક ડોર્સી, નોવા ગ્લાસ, ઈવાન વિલિયમ્સ અને બિજ સ્ટોને તેની સ્થાપના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.