તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Users Who Do Not Approve Of The New Privacy Policy Will Not Have Their Account Deleted, But The Company Will Make Their Account Meaningless.

વ્હોટ્સએપની ચાલ:નવી પ્રાઈવસી પોલિસી મંજૂર ન કરનાર યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય, પરંતુ કંપની તેમનું અકાઉન્ટ મતલબ વગરનું કરી નાખશે

4 મહિનો પહેલા
  • gizmodoના રિપોર્ટ પ્રમાણે, નવી પ્રાઈવસી પોલિસી મંજૂર ન કરનારા યુઝર્સને ફુલ ફંક્શનાલિટી નહિ મળે
  • નવી પોલિસી મંજૂર ન કરનાર યુઝર્સ વ્હોટ્સએપનાં તમામ ફીચર્સનો ઉપયોગ નહિ કરે શકે
  • નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ ન કરનારા યુઝર્સ મેસેજ સેન્ડ કે રીડ નહિ કરી શકે

વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી 15મેથી લાગુ થવાની હતી જોકે હાલ કંપનીએ આ નિર્ણય માંડી વાળ્યો છે. સાથે જ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પોલિસી એક્સેપ્ટ ન કરવા પર યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય, પરંતુ નવા રિપોર્ટ પ્રમાણે જે યુઝર નવી પોલિસી એક્સેપ્ટ ન કરે તેના માટે વ્હોટ્સએપના લિમિટેડ ફીચર્સ જ કામ કરશે. અર્થાત તેનું વ્હોટ્સએપ અકાઉન્ટ ડિલીટ તો નહિ થાય પરંતુ કંપની તેને વ્હોટ્સએપના તમામ ફીચર્સનો એક્સેસ આપશે નહિ.

ટેક વેબસાઈટ gizmodoના રિપોર્ટ પ્રમાણે, નવી પ્રાઈવસી પોલિસી મંજૂર ન કરનારા યુઝર્સનું અકાઉન્ટ મતલબ વગરનું રહી જશે. વ્હોટ્સએપના FAQ પેજ પ્રમાણે, નવી પ્રાઈવસી પોલિસી મંજૂર ન કરનારા યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય પરંતું આ યુઝર્સને વ્હોટ્સએપની ફુલ ફંક્શનાલિટી નહિ મળે. અર્થાત વ્હોટ્સએપના તમામ ફીચર્સનો એક્સેસ નહિ મળે.

વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, થોડા સમય સુધી યુઝર કોલ્સ અને નોટિફિકેશન એક્સેપ્ટ કરી શકશે. પરંતુ જો નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ નહિ કરે તો થોડા સમય બાદ યુઝર મેસેજ સેન્ડ કે રીડ નહિ કરી શકે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપની નવી પોલિસી પ્રમાણે કંપની તેની સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમારા વ્હોટ્સએપના જે પણ કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ થાય તેને ક્યાંય પણ ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સે આ પોલિસી અગ્રી કરવી જ પડશે. નહિ તો તેમનું અકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. પહેલાં આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021ના રોજ લાગુ થવાની હતી. વિવાદ વધતાં તેને કંપનીએ પાછી ઠેલી હતી. હવે ફરી કંપનીએ તેની તારીખ લંબાવી છે. જોકે કંપની હજુ પણ યુઝર્સને નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવા માટે નોટિફિકેશન મોકલી રહી છે.

યુઝર્સને રિમાઈન્ડર મોકલવાનું ચાલું રાખશે

વ્હોટ્સએપે જણાવ્યું કે નવી પ્રાઈવસી પોલિસી સ્વીકાર કરવા માટે યુઝર્સને નોટિફિકેશન મોકલવામાં આવશે. આ પ્રક્રિયા આગામી અઠવાડિયાં સુધી ચાલું રહેશે. આ પહેલાં નવી પ્રાઈવસી પોલિસી 8 ફેબ્રુઆરીએ લાગુ થવાની હતી. વિવાદ વધતાં અને યુઝર્સે તેને એક્સેપ્ટ ન કરતાં કંપનીએ તે પાછી ઠેલી હતી.