ફેસબુકની ઓનરશિપ ધરાવતી કંપની વ્હોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં જ હવે યુઝર્સ વ્હોટ્સએપ છોડવા માટે રાજી થઈ રહ્યા છે. કારણ કે વ્હોટ્સએપની શરત જ કંઈક એવી છે કે તેને કોઈ પણ યુઝર્સ આંખ બંધ કરી અગ્રી કરી શકતું નથી. તેવામાં યુઝર્સ વ્હોટ્સએપના વિકલ્પો શોધવા લાગ્યા છે. તેને લીધે ટેલિગ્રામ અને સિગ્નલ પર યુઝર્સનો ટ્રાફિક વધવા લાગ્યો છે.
ટેલિગ્રામના ફાઉન્ડરે કહ્યું યુઝર્સનું સન્માન કરો
શનિવારે ટેલિગ્રામના ફાઉન્ડર અને CEO પાવેલ ડુરોવે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકને ફટકાર લગાવી છે. તેમણે પોતાના બ્લોગમાં કહ્યું કે આ કોઈ આશ્ચર્ય નથી કે ઘણા વર્ષોથી ચાલી ટેલિગ્રામ પર વ્હોટ્સએપના યુઝર્સમાં વધારો જોવા મળી રહ્યો છે.
ડુરોવે કહ્યું કે, ફેસબુકની આખી ટીમ એ શોધી રહી છે કે આખરે ટેલિગ્રામ પર યુઝર્સની સંખ્યા કેવી રીતે વધી રહી છે? સાથે જ તેમણે કહ્યું કે- યુઝર્સનું સન્માન કરવું જોઈએ.
ટેલિગ્રામ પર આશરે 500 મિલિયન યુઝર્સ વધવા એ ફેસબુક માટે એક મોટી સમસ્યા બની શકે છે. માત્ર ટેલિગ્રામ જ નહિ મેસેજિંગ એપ સિગ્નલ પર સતત યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે.
સિગ્નલ એપનું સર્વર થયું ઓવરલોડ
તાજેતરમાં જ ટેસ્લાના ફાઉન્ડર અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અમીર વ્યક્તિ એલન મસ્કે મેસેજિંગ એપ સિગ્નલ યુઝ કરવાની અપીલ કરી, ત્યારબાદ સિગ્નલ પર યુઝર્સ સતત વધી રહી છે. સિગ્નલ એપને એકસાથે એટલા બધા વેરિફિકેશન કોડ્સ મોકલવા પડ્યા કે સર્વર ઓવરલોડ થઈ ગયું.
સિગ્નલ એપે કહ્યું કે ઘણા બધા નવાં યુઝર્સના પ્લેટફોર્મ પર આવવાને કારણે તેમના સુધી વેરિફિકેશન કોડ પહોંચવામાં સમય લાગી રહ્યું હતું. આ ગ્લિચને હવે સોલ્વ કરવામાં આવી છે. નવાં યુઝર્સ હવે કોઈ પણ મુશ્કેલી વગર નવું અકાઉન્ટ બનાવી શકે છે.
સિગ્નલે ડિસેમ્બર 2020માં પોતાના લેટેસ્ટ વર્ઝન્સ સાથે ગ્રુપ કોલ લોન્ચ કર્યા છે અને ઈન્ક્રિપ્ટેડ આપવામાં આવ્યું છે. સિગ્નલ પર્સનલ ડેટા તરીકે માત્ર તમારો મોબાઈલ નંબર સ્ટોર કરે છે અને એપ કોઈ ડેટા સ્ટોર કરતી નથી. જ્યારે ટેલિગ્રામ તમારા પર્સનલ ઈન્ફોર્મેશન તરીકે કોન્ટેક્ટ ઈન્ફો, કોન્ટેક્ટ્સ અને યુઝર ID માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.