ભારતમાં ઘણી જગ્યાએથી ઇન્સ્ટાગ્રામ ડાઉનની ફરિયાદો આવી રહી છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હાલ આઉટેજની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને યૂઝર્સ એપમાં લોગ-ઈન કરી શકતા નથી. યુઝર્સ ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર આ અંગે ફરિયાદો કરી રહ્યા છે.
મોટાભાગના એપ્લિકેશન યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
ડાઉન ડિટેક્ટરના જણાવ્યા મુજબ ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાના સૌથી વધુ અહેવાલો એપ્સ સાથે જોડાયેલા છે. લગભગ 44 ટકા ફરિયાદો એપ્લિકેશન યુઝર્સ દ્વારા કરવામાં આવી છે, જ્યારે સર્વર કનેક્શન્સ 39% અને 17% વેબસાઇટ ડાઉન ફરિયાદો દ્વારા પ્રાપ્ત થયા છે. પ્લેટફોર્મ ડાઉન છે ત્યારે મેટા તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી. મેટા વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની છે. 100 થી વધુ ભારતીય યુઝર્સે ઇન્સ્ટાગ્રામ ડાઉનની ફરિયાદ કરી છે. ડાઉન ડિટેક્ટર અનુસાર મોટાભાગના યૂઝર્સને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ટ્વિટર પર યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે
બુધવારે સવારે 9:45 વાગ્યાની આસપાસ ઈન્સ્ટાગ્રામ ડાઉનની ફરિયાદો વધવા લાગી હતી અને 12:45 વાગ્યા સુધીમાં 3,226 રિપોર્ટ નોંધવામાં આવ્યા હતા. ભારતમાં ઇન્સ્ટાગ્રામ ડાઉનની ફરિયાદો દિલ્હી, જયપુર, લખનઉ, મુંબઇ, બેંગલુરુ અને અન્ય મોટા શહેરોમાંથી આવી રહી છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર યુઝર્સ સતત આ અંગે ઢગલાબંધ ફરિયાદ કરવામાં આવી છે. થોડાં મહિના પહેલાં આ પ્લેટફોર્મ પર ઘણાં આઉટેજ જોવા મળ્યા હતા. 19 એપ્રિલે પણ આવો જ આઉટેજ જોવા મળ્યો હતો. જોકે, આ આઉટેજથી બધા યુઝર્સને અસર થઈ ન હતી. યૂઝર્સ ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ એપ ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યા છે, જુઓ કેટલાંક ફોટોઝ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.