ફેસબુકે ક્રિએટિવ એક્સપ્રેશન ફીચર્સ લોન્ચ કર્યું:યુઝર્સ હવે 60 સેકન્ડને બદલે 90 સેકન્ડની રીલ્સ બનાવી શકશે, ગ્રૂવ્સ ફીચર્સ લોન્ચ કર્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે લોકો સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના યુઝર્સ માટે કંપની દ્વારા નવાં 'ક્રિએટિવ એક્સપ્રેશન' ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. હવે ફેસબુક યુઝર્સ 90 સેકન્ડની રીલ બનાવી શકશે, પહેલાં આ મર્યાદા માત્ર 60 સેકન્ડની જ હતી. આ ઉપરાંત, યુઝર્સ ઈન્સ્ટાગ્રામની જેમ જ તેમની 'મેમરીઝ'ની 'રેડી-મેડ' રીલ્સ સરળતાથી બનાવી શકે છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ મેટા ફોર ક્રિએટર્સ એકાઉન્ટ પરથી ફેસબુક પર આ જાહેરાત કરી છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, Metaએ ફેસબુકમાં એક નવું ગ્રુવ ફીચર પણ લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સના વીડિયોમાં મોશનને ગીતના બીટ સાથે ઓટોમેટિક સિંક કરે છે. નવું ટેમ્પ્લેટ્સ ટૂલ યુઝર્સને ટ્રેન્ડિંગ ટેમ્પ્લેટ્સ સાથે સરળતાથી રીલ્સ બનાવવા દે છે. મેટાએ ગત વર્ષે જ ફેસબુક માટે રીલ ક્રિએટર ફીચર લોન્ચ કર્યું હતું.

ગત મહિનેથી જ જાહેરાત માટે મશીન લર્નિંગ મોડલ પર કંપની કામ કરે છે

ગત મહિને મેટાએ ઘોષણા કરી હતી કે, તો યુઝર્સને જાહેરાતો આપવા માટે મશીન લર્નિંગ મોડલનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. આ મોડેલની કાર્યપદ્ધતિ વિશે વધુ પારદર્શિતા પ્રદાન કરવા માટે કંપની ફેસબુકના Why am I seeing this ad?’અપડેટ કરી રહી છે. જેનો ઉપયોગ યુઝર્સ તરફથી જોવામાં આવતી જાહેરાતને વધારવા અને જાહેરાતને ડિસ્ટ્રિબ્યુટ કરવાનો છે.

ટ્વિટર પછી હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ બ્લૂ ટિક વેરિફિકેશન માટે રૂપિયા વસૂલ કરશે. મેટાના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે રવિવારે મોડી રાતે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવાની જાણકારી આપી છે.

ભારત માટે કશું જ કહ્યું નથી
ઝકરબર્ગે જણાવ્યું, ‘અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરીશું. તે પછી જલદી જ અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરીશું. તેના માટે યુઝરને વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે લગભગ 1000 રૂપિયા અને iOS ધરાવતા લોકોને $14.99 એટલે કે 1, 200થી વધારે ચૂકવવા પડશે.’ ભારતમાં આ સર્વિસ ક્યારે લાગુ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.