તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્બન પ્લે સ્માર્ટવોચ:સ્પોર્ટી લુક સાથે અનેક હેલ્થ ફીચરથી સજ્જ છે 'અર્બન પ્લે વોચ', ટાઈમપાસ માટે ગેમ પણ રમી શકાશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વોચ એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ પર સપોર્ટિવ છે
  • વોચમાં હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને બ્લડ ઓક્સિજન લેવલ સહિતનાં હેલ્થ ફીચર મળે છે

કોવિડ મહામારીએ દસ્તક આપ્યા બાદ લોકો પહેલાં કરતાં વધુ પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે. હવે લોકો તેમનાં હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને બ્લડ ઓક્સિજન લેવલ ચેક કરી રહ્યા છે. આ તમામ હેલ્થ ફીચર્સ હવે સ્માર્ટ વોચમાં મળી રહ્યાં છે. ભારતીય માર્કેટમાં ગયા મહિને ઈનબેસ કંપનીની અર્બન પ્લે વોચ આ તમામ ફીચર્સથી સજ્જ છે. સ્પોર્ટી ડિઝાઈનથી સજ્જ આ સ્માર્ટવોચ વૉટરપ્રૂફ પણ છે. આ વોચ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે કે કેમ આવો જાણીએ...

1. ડિઝાઈન અને ડિસ્પ્લે
આ વોચમાં રાઉન્ડ ડાયલ મળે છે. તેની ફ્રેમ મેટાલિક છે. તેમાં બ્લેક અને રેડ થીમ છે. ડાયલ પર એક પુશ બટન પણ મળે છે, જે પાવર ઓન/ઓફ સાથે એક્ઝિટ બટનનું કામ કરે છે. વોચની બેક સાઈડ સેન્સર સાથે ચાર્જિંગ પોઈન્ટ મળે છે. વોચમાં 20mm લાંબી સ્ટ્રિપ મળે છે.

વોચમાં 1.3 ઈંચની ફુલ ટચ અલ્ટ્રા બ્રાઈટ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 360x360 પિક્સલ છે. વોચમાં રેડ થીમ પ્રમાણે પ્રી-ઈન્સ્ટોલ વોચ ફેસિસ મળે છે. ફેસિસ અને ડાયલની એક જેવી જ થીમ હોવાથી વોચ વધારે અટ્રેક્ટિવ લાગે છે. આ વોચને IPX68 રેટિંગ મળ્યું છે. અર્થાત વરસાદ અને સ્વીમિંગ દરમિયાન ડાયલ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

2. હેલ્થ મોનિટરિંગ
અર્બન પ્લે વોચ યુઝરની હેલ્થનું 24x7 મોનિટરિંગ કરે છે. તે તમારા હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને બ્લડ ઓક્સિજન લેવલ સતત ટ્રેક કરે છે. વોચને DaFit એપથી કનેક્ટ કરી શકાય છે. એપ પર ડેઇલી એક્ટિવિટી અને હેલ્થનો તમામ ડેટા સ્ટોર રહે છે. વોચ હેલ્થ પેરામીટર કરતાં આંકડા ઉપર નીચે થાય તો અલર્ટ પણ આપે છે.

વોચમાં રનિંગ, સાઈકલિંગ, બેડમિન્ટન, સ્કિપિંગ, ફૂટબોલ, સ્વીમિંગ અને વોકિંગ સહિતના સ્પોર્ટ્સ મોડ મળે છે. યુઝર ડેઈલી એક્ટિવિટી ટ્રેક કરી તેની સરખામણી કરી શકે છે. આ તમામ એક્ટિવિટી વોચ સેન્સરની મદદથી ટ્રેક કરે છે.

3. ટાઈમપાસ માટે ગેમ પણ મળશે

તમે બોર થઈ રહ્યા હો તો તમારા ટાઈમપાસ માટે વોચમાં ગેમની પણ સુવિધા મળે છે. વોચમાં ઈન બિલ્ટ નંબર્સ ગેમ મળે છે. અર્બનની આ પ્રથમ વોચ છે જેમાં ગેમ મળે છે. જોકે ગેમ રમવાંથી બેટરી કેપેસિટી પર અસર થઈ શકે છે.

4. કનેક્ટિવિટી અને નોટિફિકેશન
વોચમાં બ્લુટૂથ 5.0 કનેક્ટિવિટી મળે છે. વોચ એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ પર સપોર્ટિવ છે. તેની બ્લુટૂથ રેન્જ 10 મીટરની છે. આ રેન્જમાં યુઝર સ્માર્ટફોન અથવા ટેબ્લેટથી વોચ કનેક્ટ કર્યા બાદ મ્યુઝિક અને કેમેરા કન્ટ્રોલ કરી શકે છે. વોચ પર મેસેજ, સ્ટેટસ, અપડેટ અથવા કોલિંગની નોટિફિકેશન મળે છે. વોચ વેધર ઈન્ફોર્મેશન પણ આપે છે.

5. બેટરી અને વૉરન્ટી
સ્માર્ટવોચની બેટરી કેપેસિટી વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. જોકે કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર વોચ 7 દિવસનું બેકઅપ આપે છે. યુસેઝ વગર વોચ 30 દિવસનો સ્ટેન્ડ બાય ટાઈમ આપે છે. તેનો ચાર્જિંગ કેબલ કોઈ પણ સ્માર્ટફોન અડોપ્ટર સાથે ફિટ થઈ જાય છે.

કંપની આ વોચ પર 1 વર્ષની વૉરન્ટી પણ આપે છે. વોચની ખરીદીના 1 વર્ષની અંદર વોચ ખરાબ થાય કે અન્ય કોઈ સમસ્યા આવે તો કંપની તેને રિપેર કરી આપે છે. વોચનો ઉપયોગ 10 મીટર ઊંડા પાણીમાં પણ કરી શકાય છે. વોચ ડ્રિન્કિંગ વોટર રિમાઈન્ડર પણ આપે છે.

6. કિંમત અને કલર્સ

આ વોચ બ્લેક અને બ્લેક+રેડ સ્ટ્રિપ સાથે ખરીદી શકાશે. બંને વેરિઅન્ટમાં એક જેવું ડાયલ મળશે. વોચની થીમ પ્રમાણે બ્લેક+રેડ સ્ટ્રિપ વધારે સારી લાગે છે. આ વોચની કિંમત 3999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ gourban.in પરથી વોચની ખરીદી કરી શકાશે. પેમેન્ટ માટે કંપની પેટીએમનો ઓપ્શન પણ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...