UPI પેમેન્ટે લોકોની લાઈફ સરળ બનાવી છે. અર્થાત હવે ખિસ્સામાં નોટો ન હોય તો પણ લોકો મનભરીને ખરીદી કરી શકે છે. સાથે જ ખિસ્સામાંથી પૈસા પડી જવાની કે ચોરી થઈ જવાનું પણ જોખમ રહેતું નથી. જોકે ડિજિટલ પેમેન્ટના જમાનામાં હેકર્સ પણ હાઈટેક થઈને ચોરી કરી રહ્યા છે. જે QR કોડ સ્કેન કરી તમે પેમેન્ટ કરો છો તેની જ મદદથી તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. આ પ્રકારના કેસ ઓનલાઈન પ્લેટફોર્મથી સામાન ખરીદવા કે વેચવા માટે સામે આવી રહ્યા છે.
સાયબર એક્સપર્ટ સની વાધવાનીનું કહેવું છે કે QR કોડથી મોટા ભાગના ફ્રોડ ત્યારે થાય છે જ્યારે ખરીદદાર કંઈક ખરીદીને તેના બદલે પૈસા ટ્રાન્સફર કરે છે. આવો સમજીએ આ પ્રકારના ફ્રોડ કઈ રીતે થઈ રહ્યા છે.
OLX અને ebay જેવાં પ્લેટફોર્મ પર થઈ રહ્યા છે ફ્રોડ
મોટાભાગના QR કોડ ઈ કોમર્સ અને જૂનો સામાન વેચતી વેબસાઈટ પર થાય છે. તેમાં olx, ebay સહિતની વેબસાઈટ સામેલ છે. ફ્રોડ કરનાર વેબસાઈટ પર પ્રોડક્ટ જુએ છે અને તેને ખરીદવા માટે કોલ કરે છે. સાથે જ સામાનની સંપૂર્ણ રકમ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ તે 10 અથવા 20 રૂપિયા વધુ વિશ્વાસ માટે 500 રૂપિયા સુધીનું પેમેન્ટ કરે છે. ત્યારબાદ અમાઉન્ટ વધારે અપાઈ ગઈ હોવાનું બહાનું કરી QR કોડ મોકલે છે. તેથી સામાન વેચનાર કોડ સ્કેન કરે તો પેમેન્ટ મળી જાય, પરંતુ તેનાથી વિપરિત ગ્રાહક ફ્રોડની જાળમાં ફસાઈ જાય છે. અર્થાત તેનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે.
સોશિયલ મીડિયા દ્વારા QR કોડ સ્કેન કરે છે
QR કોડને વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે. છેતરપિંડી કરનાર પૈસા મેળવવા અથવા કોઈ ઓફરનો લાભ લેવા QR કોડ સ્કેન કરવા માટે કહે છે, પરંતુ લોકોને પૈસા મળવાને બદલે તેમનાં અકાઉન્ટમાંથી પૈસા ખાલી થાય છે.
એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે
ફ્રોડ કરનાર ઘણી વખત QR કોડના નામે કોઈ અનનોન એપ ડાઉનલોડ કરવા માટે કહે છે. જ્યારે ફેક એપ ડાઉનલોડ થઈ જાય છે તો ફ્રોડ કરનારને તમારા મોબાઈલ અને ડિવાઈસનો એક્સેસ મળી જાય છે. ત્યારબાદ તેઓ તમારા મોબાઈલની કોઈ પણ એક્ટિવિટી કન્ટ્રોલ કરી શકે છે. તેમાં પેટીએમ, ગૂગલ પે, ફોન પે, બેંક રિલેટેડ અને અન્ય એપની એક્ટિવિટી સામેલ છે. ફ્રોડ કરનારને એક્સેસ મળ્યા બાદ તે તમારા OTP પણ જાણી શકે છે.
સ્કેમર પોતાને આર્મી ઓફિસર ગણાવે છે
આ પ્રકારનો ફ્રોડ કરવા સ્કેમર ભરોસાપાત્ર લોકો તરીકે પોતાની ઓળખ ધરાવે છે. મોટા ભાગના સ્કેમર પોતે આર્મી ઓફિસર છે તેવી ખોટી ઓળખ આપે છે. અથવા પોલીસ અથવા સરકારી ઓફિસરની ઓળખાણ આપે છે. તેના માટે તેઓ ફેક ID પણ બનાવે છે. તેથી લોકો તેમની વાતો માની લે છે અને તેમની જાળમાં ફસાઈ જાય છે.
મેકઅપ આર્ટિસ્ટ પણ સકંજામાં
હેકર ફોટોગ્રાફી સર્વિસ આપનાર, મેકઅપ આર્ટિસ્ટ અને અન્ય સર્વિસ ઈન્ડસ્ટ્રી પ્રોફેશનને પણ પોતાનો શિકાર બનાવે છે. તેના માટે તેઓ 50% એડવાન્સ પેમેન્ટ કરે છે અને બાકીની રકમ QR કોડથી આપવા માટે કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.