ગૂગલ પેનું નવું ફીચર:ભારતમાં સબસ્ક્રિપ્શન-આધારિત પેમેન્ટ માટે ‘UPI Autopay’ સર્વિસ શરુ, જાણો કેવી રીતે એક્ટિવેટ કરશો?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે ‘ગૂગલ પે’નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. આજથી, ગૂગલ પેનાં યૂઝર્સ ઓનલાઇન સબસ્ક્રિપ્શન સર્વિસ માટે ‘ઓટો પેમેન્ટ’ સેટ કરી શકશો, જે તમે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે કરી શકો છો. આ ફીચરને ‘UPI Autopay’ કહેવામાં આવે છે. આ ફીચર ગૂગલ પે એપને તમારા માસિક સબસ્ક્રિપ્શન ચાર્જની ચૂકવણી ઓટોમેટિક કરવા દેશે, તમારે મેન્યુઅલ પેમેન્ટ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં.

‘UPI Autopay’ સુવિધા તમામ નવા સબ્સ્ક્રિપ્શન્સ પર સામાન્ય રીતે એક્ટિવ હશે, તમે તમારી અનુકૂળતા મુજબ આ સેવાને ઓન કે ઓફ કરી શકો છો. સબ્સ્ક્રિપ્શન પ્લાન પસંદ કર્યા પછી તમે ચુકવણીની પદ્ધતિ પર ટેપ કરો અને ‘UPI Autopay’ પસંદ કરો, અને પછી તમારી સપોર્ટેડ UPI એપ્લિકેશનમાં આ ખરીદીને મંજૂરી આપો. ગૂગલે તેના બ્લોગપોસ્ટમાં આ વિશે જણાવ્યું છે.

હાલ, તે જાણી શકાયું નથી કે, ‘UPI Autopay’ ને કઈ એપ્લિકેશનો અને સેવાઓ સપોર્ટ કરે છે અને તે અન્ય લોકપ્રિય પ્લેટફોર્મ પર કેટલી ઝડપથી આવશે? ગૂગલ પે એન્ડ્રોઇડ અને iOS બંને સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે.

‘UPI Autopay’ શું છે?
NPCI(નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા UPI 2.0 હેઠળ પ્રસ્તુત, ‘UPI Autopay’ ગ્રાહકોને સુવિધાને ટેકો આપતી કોઈપણ UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચુકવણી કરવામાં મદદ કરે છે.

ગૂગલ પેને ‘UPI Autopay’ મળ્યું
ગૂગલ પ્લે રિટેલ એન્ડ પેમેન્ટ્સ એક્ટિવેશન - ભારત, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનાં વડા સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘આ પ્લેટફોર્મ પર ‘UPI Autopay’ની રજૂઆત સાથે, અમારું લક્ષ્ય સબ્સ્ક્રિપ્શન-આધારિત ખરીદીમાં UPIની સુવિધાને વિસ્તૃત કરવાનું છે, જે ઘણા વધુ લોકોને મદદરૂપ અને આનંદદાયક સેવાઓ એક્સેસ કરવામાં મદદ કરે છે - જ્યારે સ્થાનિક વિકાસકર્તાઓને ગૂગલ પ્લે પર તેમના સબ્સ્ક્રિપ્શન-આધારિત વ્યવસાયોને વિકસાવવા માટે સક્ષમ બનાવે છે.’

ગૂગલ પ્લે સબસ્ક્રિપ્શન માટે ‘UPI Autopay’ને કેવી રીતે એક્ટિવેટ કરવું?
ગૂગલ પ્લેએ ‘UPI Autopay’ને કેવી રીતે એક્ટિવેટ કરી શકે છે, તેની પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. એક વખત સબસ્ક્રાઇબર સબ્સ્ક્રિપ્શન પ્લાન સિલેક્ટ કરી લે પછી તેમણે પેમેન્ટ મેથડ પર ટેપ કરીને ‘Pay With UPI’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તે પછી, તેઓએ તેમની સપોર્ટેડ UPI એપ્લિકેશન પર પસંદ કરેલી પ્રોડક્ટની ખરીદીને મંજૂરી આપવી પડશે.

આનાથી લોકો બિલ, રિચાર્જ, સબ્સ્ક્રિપ્શન્સ અને 2,000 રૂપિયા સુધીની ચુકવણી મેન્યુઅલી પ્રોસેસ વગર જાતે જ કરી શકે છે. જો કે, જો રકમ 2,000 રૂપિયાથી વધુ હોય, તો યૂઝર્સે પ્રોસેસ પૂર્ણ કરવા માટે UPI પિન દાખલ કરવો પડશે.

Autopayનાં ફાયદા

  • લેટ ફી/પેનલ્ટીને ટાળીને સમયસર ચૂકવણી
  • સબસ્ક્રાઇબર્સ ચુકવણીના વિકલ્પો (જેમ કે માસિક અને ત્રિમાસિક વગેરે) અને સબસ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવા માગતા હોય તેટલી રકમને કસ્ટમાઇઝ કરી શકે છે.
  • ગ્રાહકો જરૂર પડ્યે સુવિધાઓમાં ફેરફાર/રદ/વિરામ પણ મૂકી શકે છે

તો બીજી તરફ ‘ગૂગલ પે’ એક ફની કારણથી આગલા દિવસે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. ટ્વિટર યૂઝર્સ આ દિવસોમાં કોઈપણ કેશબેક ઓફર્સ અને કૂપન્સના અભાવ અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. યાદ રહે કે, ‘ગૂગલ પે’એ તેનાં શરૂઆતનાં દિવસોમાં મોટાભાગની ચુકવણીઓ અને ખરીદીઓ પર કેશબેક અને કૂપન્સ આપીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.