ઈન્સ્ટન્ટ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe પર ખૂબ જ પોપ્યુલર છે. હવે કંપનીએ એક નવુ ફીચર બહાર પાડ્યું છે. તમે આધારકાર્ડ ઓથેન્ટિકેશનની મદદથી UPIને એક્ટિવેટ કરી શકો છો. કંપની મુજબ આ ફીચરને બહાર પાડનાર PhonePe પહેલું UPI પ્લેટફોર્મ બની ગયું છે. આના કારણે PhonePe એપ ઓનબોર્ડિંગ પ્રોસેસમાં આધારકાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ માટે આધારકાર્ડનાં છેલ્લા 6 અંક દાખલ કરવા પડશે એટલે કે હવે યૂઝર ડેબિટકાર્ડની માહિતી વિના પણ આ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકાય.
PhonePeનાં હેડ ઓફ પેમેન્ટ દીપ અગ્રવાલે જણાવ્યું કે, તેનાથી UPI ઓનબોર્ડિંગ પ્રોસેસ એકદમ સરળ બની જશે. આવું કરનાર તે પહેલું ફિનટેક પ્લેટફોર્મ બનશે. RBI, NPCI અને UIDAIનાં આ પગલાંનાં કારણે ડિજિટલ ફાયનાન્સમાં પણ આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. દીપ અગ્રવાલનાં મત મુજબ, આધારનો યૂઝ કરીને નવી ઓનબોર્ડિંગ પ્રોસેસથી UPI ઈકોસિસ્ટમને આગળ વધારવામાં મદદ મળશે. આનાથી નવા ગ્રાહકોને પણ ડિજિટલ પેમેન્ટ એપ પર આવવામાં મદદ મળશે. તેઓએ જણાવ્યું કે, NPCI સાથે વાતચીત કરીને તે UPIને આંતરરાષ્ટ્રિય સ્તરે લઈ જવા ઈચ્છે છે.
રજિસ્ટ્રેશન પ્રોસેસ આ મુજબ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.