PhonePe પર અદ્ભુત ફીચર!:ડેબિટ કાર્ડ વગર પણ એક્ટિવેટ કરી શકાશે UPI એકાઉન્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટન્ટ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe પર ખૂબ જ પોપ્યુલર છે. હવે કંપનીએ એક નવુ ફીચર બહાર પાડ્યું છે. તમે આધારકાર્ડ ઓથેન્ટિકેશનની મદદથી UPIને એક્ટિવેટ કરી શકો છો. કંપની મુજબ આ ફીચરને બહાર પાડનાર PhonePe પહેલું UPI પ્લેટફોર્મ બની ગયું છે. આના કારણે PhonePe એપ ઓનબોર્ડિંગ પ્રોસેસમાં આધારકાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ માટે આધારકાર્ડનાં છેલ્લા 6 અંક દાખલ કરવા પડશે એટલે કે હવે યૂઝર ડેબિટકાર્ડની માહિતી વિના પણ આ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકાય.

PhonePeનાં હેડ ઓફ પેમેન્ટ દીપ અગ્રવાલે જણાવ્યું કે, તેનાથી UPI ઓનબોર્ડિંગ પ્રોસેસ એકદમ સરળ બની જશે. આવું કરનાર તે પહેલું ફિનટેક પ્લેટફોર્મ બનશે. RBI, NPCI અને UIDAIનાં આ પગલાંનાં કારણે ડિજિટલ ફાયનાન્સમાં પણ આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. દીપ અગ્રવાલનાં મત મુજબ, આધારનો યૂઝ કરીને નવી ઓનબોર્ડિંગ પ્રોસેસથી UPI ઈકોસિસ્ટમને આગળ વધારવામાં મદદ મળશે. આનાથી નવા ગ્રાહકોને પણ ડિજિટલ પેમેન્ટ એપ પર આવવામાં મદદ મળશે. તેઓએ જણાવ્યું કે, NPCI સાથે વાતચીત કરીને તે UPIને આંતરરાષ્ટ્રિય સ્તરે લઈ જવા ઈચ્છે છે.

રજિસ્ટ્રેશન પ્રોસેસ આ મુજબ છે

  • તમને જણાવી દઈએ કે, આ પહેલાં UPI પેમેન્ટ રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે ડેબિટ કાર્ડ જરુરી હતું અને તેના કારણે તે લોકોને ખૂબ જ પરેશાની થતી, જેમની પાસે ડેબિટ કાર્ડ નહોતું. હવે આધાર બેઝ્ડ KYCથી આ પ્રોસેસને એકદમ સરળ બનાવી દેવામાં આવી હતી.
  • PhonePe યૂઝર્સ એપ પર રજિસ્ટ્રેશન દરમિયાન આધારકાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો. આ માટે આધારકાર્ડનાં છેલ્લાં 6 અંકોની જરુર રહેશે.
  • આ પ્રોસેસ પછી આધારકાર્ડમાં રજિસ્ટર કરાવેલા નંબર પર UIDAIનાં માધ્યમથી OTP મળશે.
  • આ પછી બેન્કમાંથી પણ OTP આવશે.
  • વેરિફિકેશન પ્રોસેસ પૂરી થયા પછી તમે આ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકશો.