• Gujarati News
  • Utility
  • Gadgets
  • Upcoming SmartPhones In March; From Redmi Note 10 Series To Ausu ROG Phone 5, These 5 Smartphones To Be Launched In March

અપકમિંગ સ્માર્ટફોન:માર્ચ મહિનામાં લોન્ચ થશે આ 5 સ્માર્ટફોન, કિંમત ₹10 હજારથી લઈને ₹50 હજાર; જાણો તમારા માટે બેસ્ટ કયો રહેશે

એક વર્ષ પહેલા
  • ગેમર્સ માટે ડેડિકેટેડ ‘આસુસ રોગ ફોન 5’ 10 માર્ચે લોન્ચ થશે
  • રેડમી નોટ 10 અને પ્રો સ્માર્ચફોન 4 માર્ચે લોન્ચ થશે
  • રેડમી નોટ 10 સિરીઝની કિંમત 15-20 હજાર રૂપિયાની આસપાસ હશે

શું તમે નવો સ્માર્ટફોન લેવાનો વિચાર કરી રહ્યા છો? તો ઉતાવળ ન કરતાં હાઈ ક્લાસ ફીચર્સ અને અપગ્રેડેશન સાથે આ મહિને અનેક સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. શાઓમી, ઓપ્પોથી લઈને આસુસના ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ થવાના છે. અમે તમારા માટે અપકમિંગ સ્માર્ટફોન્સનું લિસ્ટ તૈયાર કર્યું છે. તેને જોઈ તમે જ નક્કી કરો તમારા માટે કયો બેસ્ટ રહેશે...

1. શાઓમી રેડમી નોટ 10 સિરીઝ
લોન્ચ ડેટ: 4 માર્ચ

કંપની પહેલાં જ આ વાતની પુષ્ટિ કરી ચૂકી છે તે 4 માર્ચે તેની રેડમી નોટ 10 સિરીઝ ભારતીય ગ્રાહકો માટે લોન્ચ કરવાની છે. આ સિરીઝમાં રેડમી નોટ 10 અને 10 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. અપકમિંગ રેડમી નોટ 10 સિરીઝમાં 108MPનો પ્રાઈમરી કેમેરા મળશે અથવા પ્રો વેરિઅન્ટમાં 108MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે. આ સિવાય ફોનમાં 60Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરતી FHD+ AMOLED ડિસ્પ્લે મળશે. ફોનની કિંમત 15-20 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

2. રિયલમી 8 સિરીઝ
લોન્ચ ડેટ: માર્ચ (તારીખ હજુ નક્કી નથી)

જો શાઓમી 108MPનો ફોન લોન્ચ કરવા જઈ રહી છે તો રિયલમી પાછી શા માટે પડે. રિયલમી પણ માર્ચ મહિનામાં રિયલમી 8 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. સિરીઝમાં રિયલમી 8 અને રિયલમી 8 પ્રો લોન્ચ થઈ શકે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 720 ચિપસેટ મળશે જે 5G કનેક્ટિવિટી સપોર્ટ કરશે. તેમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળશે. ફોનની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

3. ઓપ્પો F19 સિરીઝ
લોન્ટ ડેટ: માર્ચનાં પ્રથમ અઠવાડિયામાં

ઓપ્પો પણ આ મહિને F19 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. સિરીઝમાં F19 પ્રો અને પ્રો પ્લસ 5G સ્માર્ટફોન સામેલ છે. ફોનમાં 10X ઝૂમ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. તેની કિંમત 30,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

4. મોટો G10 અને G30
લોન્ટ ડેટ: માર્ચનાં પ્રથમ અઠવાડિયામાં

ફોન ગ્લોબલી પહેલાં જ લોન્ચ થઈ ચૂક્યો છે. બંને ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે અને 5000mAhની બેટરી મળશે. મોટો G30માં 64MPનો પ્રાઈમરી કેમેરા અને G10માં 48MPનો પ્રાઈમરી કેમેરા મળશે. ભારતમાં ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 15000 રૂપિયા સુધીની હોઈ શકે છે.

5. આસુસ ROG ફોન 5
લોન્ચ ડેટ: 10 માર્ચ

ગેમિંગ લવર્સ માટે આસુસ રોગ ફોન 5 ભારતમાં 10 માર્ચે લોન્ચ થશે. ફોનમાં 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે, જે 144Hzના રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોન 16GBની રેમ સપોર્ટ કરશે અને તેનું ઈન્ટર્નલ સ્ટોરેજ 512GBનું હશે. ફોન સ્નેપડ્રેગન 888 ચિપસેટથી સજ્જ હશે. ફોનમાં 6000mAhની બેટરી મળશે. તેમાં 64MPનો પ્રાઈમરી કેમેરા મળશે. ફોનની કિંમત 50 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.