અપકમિંગ સ્માર્ટફોન:આ મહિને સેમસંગ, મોટોરોલાથી લઈને ઈન્ફિનિક્સ કંપની તેના સ્માર્ટફોન લોન્ચ કરશે, જાણો તમારા માટે કયો બેસ્ટ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં 'ગેલેક્સી Z ફોલ્ડ 3' અને 'ગેલેક્સી Z ફ્લિપ 3' લોન્ચ થઈ શકે છે
  • ઈન્ફિનિક્સ સ્માર્ટ 5A બજેટ સ્માર્ટફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅઅપ મળી શકે છે

ઓગસ્ટ મહિનો નેક્સ્ટ જનરેનશ પ્રીમિયમ સ્માર્ટફોનનો સાબિત થઈ શકે છે. કારણ કે સેમસંગ આ મહિને તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે. તો ઓગસ્ટમાં જ ઈન્ફિનિક્સ અને મોટોરોલા પણ તેના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો તમે નવા સ્માર્ટફોનની ખરીદી કરવા જઈ રહ્યા છો તો ઉતાવળ ન કરીને અપકમિંગ સ્માર્ટફોનના એક્સપેક્ટેડ ફીચર્સ અને સ્પેસિફિકેશન જોઈ તમારો નિર્ણય લઈ શકો છો...

1. મોટોરોલા એજ 20

આ ફોન યુરોપમાં લોન્ચ થઈ ચૂક્યો છે. ઓગસ્ટના પહેલાં વીકમાં તે ભારતમાં લોન્ચ થઈ શકે છે. ફોનનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 499.99 યુરો (આશરે 44,100 રૂપિયા) અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત 699.99 યુરો (આશરે 61,800 રૂપિયા) છે. આ મોટોરોલાનો પ્રીમિયમ ફોન હોઈ શકે છે. ફોનની બેટરી 4500mAh હશે.

2. સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3

જૂનાં મોડેલ કરતાં આમા નાની સ્ક્રીન મળશે. સ્ક્રીન અનફોલ્ડ થયા બાદ 7.5 ઈંચની થઈ જશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આર્મર ફ્રેમ હોવાથી તે વધારે મજબૂત થશે. ફોનમાં S પેન સપોર્ટ પણ મળી શકે છે. ફોન 3 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે.

3. સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3

ફોનને 11 ઓગસ્ટની ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં પ્રાઈમરી ડિસ્પ્લે 6.9 ઈંચની અને 1.9 ઈંચની સેકન્ડરી ડિસ્પ્લે મળશે. ફોનની કિંમત આશરે 1.50 લાખ રૂપિયા થઈ શકે છે.

4. ઈન્ફિનિક્સ સ્માર્ટ 5A

આ ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળશે. ફોન મીડિયાટેક હીલિયો G25 SoC પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅઅપ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...