તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Upcoming Smartphone In India 2021; Nokia 5.4, Nokia 3.4, Infinix Smart 5, Redmi K40 Pro Expected Launch Date

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ સ્માર્ટફોન:આ અઠવાડિયે લોન્ચ થઈ શકે છે શાઓમી, નોકિયા અને ઈન્ફિનિક્સના આ 5 ફોન, જાણો લોન્ચિંગ ડેટ અને ફીચર્સ સહિતની ડિટેલ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક સમયમાં માર્કેટમાં વિવિધ સ્માર્ટફોન લોન્ચ થવાના છે. થોડા દિવસોમાં શાઓમી, નોકિયા અને ઈન્ફિનિક્સ તેમના સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. તેમાંથી કેટલાક સ્માર્ટફોન ગ્લોબલી લોન્ચ થવાના છે. અમે 5 એવા સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે કે જે આગામી 7 દિવસોમાં લોન્ચ થઈ શકે છે. આવો જાણીએ આ સ્માર્ટફોન્સ કયા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સથી સજ્જ હશે...

1-Mi 11
લોન્ચ ડેટ- 8 ફેબ્રુઆરી
સંભવિત કિંમત- 70 હજાર રૂપિયા

શાઓમી 8 ફેબ્રુઆરીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Mi ગ્લોબલી લોન્ચ કરી શકે છે. ફોનમાં 6.81 ઈંચની 2k AMOLED ડિસ્પ્લે મળશે અને તે એન્ડ્રોઈડ 10 OS પર બેઝ્ડ MIUI 12 પર રન કરશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે 108MPનો પ્રાઈમરી કેમેરા મળશે. સેલ્ફી માટે તેમાં 20MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનને પાવર આપવા માટે તેમાં 4600mAhની બેટરી મળી શકે છે. તે ટર્બો ચાર્જ્ડ 55 વૉટ વાયર્ડ અને 50 વૉટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. તેનાં 128GB અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 70 હજાર રૂપિયા હોઈ શકે છે.

2. નોકિયા 5.4
લોન્ચ ડેટ- 10 ફેબ્રુઆરી
સંભવિત કિંમત- 16,900 રૂપિયા

નોકિયા 10 ફેબ્રુઆરીએ નોકિયા 5.4 સ્માર્ટફોન લોન્ચ કરશે. તેને ગ્લોબલ માર્કેટમાં પહેલાંથી જ લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 6.39 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળશે અને ફોન એન્ડ્રોઈડ 10 OS પર કામ કરશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસોસર મળશે. તેનું 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 4 રિઅર કેમેરા મળશે. તેમાંથી 48MPનો પ્રાઈમરી કેમેરા મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં 4000mAhની બેટરી મળી શકે છે. ફોનની કિંમત 16,900 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

3. નોકિયા 3.4
લોન્ચ ડેટ-10 ફેબ્રુઆરી
સંભવિત કિંમત-11,999 રૂપિયા

નોકિયા 5.4ની સાથે કંપની એફોર્ડેબલ મોડેલ તરીકે નોકિયા 3.4 પણ લોન્ચ કરશે. તેમાં 6.39 ઇંચની HD ડિસ્પ્લે મળશે અને ફોન એન્ડ્રોઇડ 10 OS પર પણ કામ કરે છે. મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 460 પ્રોસેસર મળશે તેને 4 GB રેમ અને 64GB સ્ટોરેજની સાથે જોડવામાં આવશે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ત્રણ રિઅર કેમેરા મળશે. તેમાં 13 MP મેન સેન્સર, 5MP અલ્ટ્રા-વાઈલ્ડ સેન્સર અને 2MP ડેપ્થ સેન્સર સામેલ છે. સેલ્ફી માટે 8MPનો લેન્સ મળશે. સ્માર્ટફોનની સંભવિત કિંમત 11,999 હોઈ શકે છે.

4. ઇન્ફિનિક્સ સ્માર્ટ 5
લોન્ટ ડેટ - 11 ફેબ્રુઆરી
સંભવિત કિંમત - 8 હજાર રૂપિયા

ઇન્ફિનિક્સ 11 ફેબ્રુઆરીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન 'સ્માર્ટ 5' લોન્ચ કરશે. ફોનની ખાસિયત એ છે કે તેમાં 6.6 ઇંચની વોટરડ્રોપ ડિસ્પ્લે મળશે અને આ ફોન એન્ડ્રોઇડ 10 ગો એડિશન પર કામ કરશે. ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે માઇક્રો SD કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારવાની સુવિધા સાથે 3GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવશે. ફોટોગ્રાફી માટે ફોનમાં બે રિઅર કેમેરા હશે, જેમાં 13MPનો પ્રાઇમરી કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા મળશે. સેલ્ફી માટે તેમાં 8MPનો ફ્રંટ કેમેરા મળશે. ફોનને પાવર આપવા માટે તેમાં 6000mAhની બેટરી મળશે. આ કંપનીનો સૌથી સસ્તો ફોન હશે, જેની કિંમત 8,000 રૂપિયા હશે. તેને એક્સક્લૂઝિવ રીતે ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે.

5. રેડમી K40 પ્રો
સંભવિત લોન્ચ ડેટ- 14 ફેબ્રુઆરી
સંભવિત કિંમત- 34, 999 રૂપિયા

ચાઈનીઝ કંપની શાઓમી 14 ફેબ્રુઆરીએ ફ્લેગશિપ રેડમી K40 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેમાં રેડમી K40,રેડમી K40Sની સાથે ટોપ વેરિઅન્ટ રેડમી K40 પ્રોનું નામ સામેલ છે. રેડમી K40 સિરીઝના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 870 અને મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. રેડમી K40 પ્રોમાં ફોટોગ્રાફી માટે 108MP (મેગાપિક્સલ)નો મેઈન કેમેરા આપવામાં આવી શકે છે. તે ઉપરાંત ફોનમાં 6GB સુધીની રેમ અને 6.67 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. સેલ્ફી માટે તેમાં 20MP અને 2MPનો ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. સ્માર્ટફોનમાં 4800mAhની બેટરી મળશે અને તેની પ્રારંભિક કિંમત 34,999 રૂપિયા હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો