યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:આવતાં વર્ષે ડ્યુઅલ અને ફોલ્ડેબલ ડિસ્પ્લે લેપટોપની બોલબાલા રહેશે, જમ્બો બેટરી લાઈફ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 લાખ રૂપિયાથી મોંઘી કિંમતના ડ્યુઅલ ડિસ્પ્લે લેપટોપને ક્રેઝ વધશે

કોરોના વાઈરસની એન્ટ્રી થયા બાદ ટેક્નોલોજી ટ્રેનની ગતિ થોડી ધીમી પડી છે. હાલ દુનિયામાં સેમી કન્ડક્ટરની અછત વર્તાઈ રહી છે. કોરોનાને કારણે ટેક્નોલોજી ફેક્ટરીના પાડિયાં પડેલા રહ્યા અને હવે ચિપની અછતને કારણે સપ્લાય ચેન ખોરવાઈ છે.

આ કોરોનાકાળમાં ટેક કંપનીએ ઘણા રિસર્ચ કર્યાં છે. પરિણામે આગામી કેટલાક વર્ષોમાં પ્રો લેવલની ટેક્નોલોજીથી સજ્જ પ્રોડક્ટ લોન્ચ થઈ શકે છે. 2022માં લેપટોપ અને કમ્પ્યુટર હાઈ ટેક્નોલોજીથી સજ્જ હશે. અપકમિંગ ગેજેટ્સ આ ફીચર્સથી સજ્જ હોઈ શકે છે....

ડ્યુઅલ ડિસ્પ્લે

2022માં ડ્યુઅલ ડિસ્પ્લે લેપટોપનો ટ્રેન્ડ વધશે. પ્રથમ ડ્યુઅલ ડિસ્પ્લે લેપટોપ 2020માં લોન્ચ થયું હતું. 2021માં પણ ડ્યુઅલ લેપટોપ લોન્ચ થયાં જોકે 2022માં તેનું ઈમ્પ્રૂવ્ડ વર્ઝન લોન્ચ થશે. કંપની ડ્યુઅલ ડિસ્પ્લે લેપટોપ પ્રોફેશનલ્સ માટે લોન્ચ કરશે. તેની કિંમત 1 લાખ રૂપિયા કરતાં મોંઘી હશે.

ફોલ્ડેબલ ડિસ્પ્લે

હાલ ફોલ્ડેબલ સ્માર્ટફોન ટ્રેન્ડમાં છે. આવતાં વર્ષે ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળા લેપટોપનો ક્રેઝ હશે. લીક રિપોર્ટ પ્રમાણે લેનોવો 2020માં X1 ફોલ્ડ નામથી એક ગેજેટ લોન્ચ કરશે. તેમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે મળી શકે છે. સેમસંગ અને લેનોવો કંપની 12-15 ઈંચ સ્ક્રીન સાઈઝ પર કામ કરી રહી છે.

જમ્બો બેટરી લાઈફ
સ્માર્ટફોનની જેમ લેપટોપમાં પણ લોન્ગ બેટરી લાઈફની ડિમાન્ડ છે. સ્માર્ટફોનમાં તો ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી આવી ગઈ પરંતુ લેપટોપમાં લોન્ગ લાસ્ટિંગ બેટરી સપોર્ટ લોન્ચ થયો નથી. આવતાં વર્ષે કંપનીઓ જમ્બો બેટરી લાઈફ સાથે લેપટોપ લોન્ચ કરી શકે છે. 2022માં લોન્ચ થનારા લેપટોપમાં 1થી 1.5 દિવસની બેટરી લાઈફ મળી શકે છે.