યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:ફોલ્ડેબલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન લેવા માટે થોડી રાહ જુઓ, આ વર્ષે સેમસંગથી લઈને શાઓમીના અનેક ઓપ્શન મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 11 ઓગસ્ટની ઈવેન્ટમાં કંપની સેમસંગ 'ગેલેક્સી Z ફોલ્ડ 3' લોન્ચ કરી શકે છે
  • શાઓમી પણ વર્ષના અંત સુધીમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે
  • શાઓમીના ફોલ્ડેબલ ફોનમાં 8 ઈંચની અનફોલ્ડ સ્ક્રીન મળશે

ભારતીય માર્કેટમાં છેલ્લાં 2 વર્ષમાં ઘણા ફોલ્ડિંગ અને ફ્લેક્સિબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોન લોન્ચ થયાં છે. આશા છે કે આ વર્ષે પણ આપણને નવા સ્માર્ટફોન જોવા મળશે. અમે આવા 4 ફોલ્ડિંગ સ્ક્રીનવાળા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યા છે જે થોડા સમય બાદ ભારતીય માર્કેટમાં લોન્ચ થશે...

1. સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3

11 ઓગસ્ટની કંપનીની 'ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ'માં 2થી 3 ફોલ્ડિંગ/ ફ્લેક્સિબલ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. તેમાં સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3 સામેલ છે. આશરે 1.50 લાખ રૂપિયાની કિંમતનો આ સ્માર્ટફોન સેમસંગની નવી પેટન્ટ 'આર્મર કેસ' સાથે આવશે. આ વેરિઅન્ટ જૂનાં વેરિઅન્ટ કરતાં વધારે મજબૂત હશે. 'ગેલેક્સી Z ફોલ્ડ 3' S પેન સપોર્ટ કરી શકે છે. તેથી આ ફોન સાથે સારું ટેબ્લેટ પણ સાબિત થશે. પુસ્તકની જેમ ફોનની સ્ક્રીન ઓપન થઈ 7.5 ઈંચનાં ટેબ્લેટમાં પરિવર્તિત થશે.

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3 હાઈલાઈટ્સ
જૂનાં મોડેલ કરતાં તેની ડિસ્પ્લે નાની હશે. સ્ક્રીન અનફોલ્ડ થયા બાદ તે 7.5 ઈંચની થશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આર્મર ફ્રેમ હોવાથી ફોન વધારે મજબૂત હશે. તે S પેન સપોર્ટ કરી શકે છે. ફોન 11 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. ફોનની કિંમત 1.50 લાખ રૂપિયા હોઈ શકે છે.

2. સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ લાઈટ

11 ઓગસ્ટની ઈવેન્ટમાં કંપની ' ગેલેક્સી Z ફોલ્ડ લાઈટ' પણ લોન્ચ કરી શકે છે. તેમાં ફીચર જૂનાં મળશે, પરંતુ ડિઝાઈન નવી મળશે. તેમાં કર્વ્ડ ડિસ્પ્લે હોઈ શકે છે. અનફોલ્ડ થવા પર ફોનની સ્ક્રીન 7.6 ઈંચની થશે. આ ફોનની કિંમત 70થી 80 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તે સોથી સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન બની શકે છે.

ગેલેક્સી Z ફોલ્ડ લાઈટ હાઈલાઈટ્સ
ફોનમાં નવી ડિઝાઈન અને જૂનાં ફીચર્સ મળશે. તેમાં 7.6 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. તેમાં એક્સટર્નલ ડિસ્પ્લે કદાચ નહિ મળે. તે બુકની જેમ અનફોલ્ડ થશે. તેની કિંમત 70-80 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

3. શાઓમી ફોલ્ડિંગ સ્માર્ટફોન

સેમસંગ સાથે શાઓમી પણ તેનાં ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે. આ વર્ષે જ શાઓમી તેનો ફોલ્ડિંગ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ ફોનની ડિઝાઈન સેમસંગના ફોલ્ડેબલ ફોન જેવી જ હશે, પરંતુ શાઓમી ફોલ્ડિંગ ફોનમાં વધારે મોટી સ્ક્રીન સાઈઝ મળશે. અનફોલ્ડ થઈને ફોનની સ્ક્રીન 8 ઈંચની થશે. તે એપલ આઈપેડ મિની કરતાં પણ વધારે સાઈઝ ધરાવશે.

4. ગૂગલ પિક્સલ ફોલ્ડ

ગૂગલ 2019થી તેના ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે. આશા છે કે વર્ષનાં અંત સુધીમાં કંપની આ સ્માર્ટફોન લોન્ચ કરે. તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન હજુ લીક થયાં નથી, પરંતુ એ વાત કન્ફર્મ છે કે ગૂગલે સેમસંગને ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે બનાવવાનો ઓર્ડર આપ્યો છે. ગૂગલ એન્ડ્રોઈડ છેલ્લી કેટલીક અપડેટ્સથી ફ્લેક્સિબલ સ્ક્રીન માટે અપડેટ્સ આપી રહી છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે ગૂગલ પણ ટૂંક સમયમાં ફ્લેક્સિબલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન લોન્ચ કરશે.

ગૂગલ પિક્સલ ફોલ્ડ હાઈલાઈટ્સ
ગૂગલ ફોલ્ડિંગ ડિવાઈસ પર 2019થી કામ કરી રહી છે. તેને 2021ના અંત સુધી લોન્ચ કરવામાં આવી શકે છે. એન્ડ્રોઈડની લેટેસ્ટ અપડેટમાં ફોલ્ડિંગ સ્માર્ટફોન માટે ઘણું બધુ આપ્યું છે. ગૂગલે સેમસંગને ફ્લેક્સિબલ AMOLED પેનલ બનાવવા આપી છે.