તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:અપકમિંગ ફીચરથી એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ ચેટ માઈગ્રેટ કરી શકશે, બીટા યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ શરૂ થયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી ડિલીટ થઈ જાય છે
  • આ ફીચરની મદદથી યુઝર આઈફોનથી એન્ડ્રોઈડ કે પછી એન્ડ્રોઈડથી આઈફોન પર સ્વિચ કરી શકશે

મલ્ટિ મીડિયા મેસેજ એપ વ્હોટ્સએપ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં નવાં ફીચર્સ લોન્ચ કરતી રહે છે. તેનાં ફીચર્સ પહેલાં બીટા યુઝર્સને મળે છે. ત્યાર બાદ તમામ યુઝર્સ માટે તેને લોન્ચ કરાય છે. ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે.

વ્હોટ્સએપના ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ સોશિયલ મીડિયા પર અપકમિંગ ફીચર વિશે માહિતી આપી છે. શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે.

WABetaInfoએ શેર કરેલો સ્ક્રીન શોટ
WABetaInfoએ શેર કરેલો સ્ક્રીન શોટ

અલગ અલગ OSમાં ચેટ હિસ્ટ્રી માઈગ્રેશન ફીચરનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેની મદદથી યુઝર આઈફોનથી એન્ડ્રોઈડ કે પછી એન્ડ્રોઈડથી આઈફોન પર સ્વિચ કરી શકે છે. તેના માટે યુઝરે વ્હોટ્સએપ પ્લસ જેવી થર્ડ પાર્ટી એપ રાખવાની જરૂરિયાત નહિ રહે.

એન્ડ્રોઈ ડિવાઈસમાં ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવમાં સેવ થાય છે જ્યારે આઈફોન ડિવાઈસમાં આઈક્લાઉડમાં સેવ થાય છે. અત્યાર સુધી આ બંને અલગ અલગ OSમાં સ્વિચ થવા માટે ચેટ બેકઅપની સુવિધા મળતી નહોતી. જોકે નવાં ફીચરથી યુઝર સરળતાથી એકથી બીજી OSમાં સ્વિચ થઈ શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો