ઉમંગ એપની મેપ માય ઈન્ડિયા સાથે પાર્ટનરશિપ:સૌથી નજીકની બ્લડ બેંક્સ, સરકારી રાશનની દુકાન સહિતની વિગતો મળશે; રસ્તો ખરાબ હોવા પર ફરિયાદ પણ કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

UMANG (ઉમંગ) એપએ MapMyIndia (મેપ માય ઈન્ડિયા) સાથે પાર્ટનરશિપ કરી છે. હવે ઉંમગ એપ પર નજીકની બ્લડ બેંક, પોલીસ સ્ટેશન, સરકારી રાશનની દુકાન જેવી સરકારી ઓફિસનું લાઈવ લોકેશન મળશે. એપ પર લોકેશન મળશે સાથે જ સર્વિસ સેન્ટરના બિલ્ડિંગનો રસ્તો ક્યાં છે તે પણ જાણી શકાશે.

યુઝર્સ ગામડાના નાના રસ્તાઓ પણ ટ્રેક કરી શકશે. સાથે જ વોઈસ અને વિઝ્યુઅલ સપોર્ટ પણ મળશે. તેનાથી સરકારી ઓફિસ શોધીને ત્યાં પહોંચવું સરળ બનશે. સાથે જ નેવિગેશન દરમિયાન ટ્રાફિક અને રોડ સેફ્ટીની પણ ડિટેલ મળશે.

ઉમંગ એપ પર મળનારી સર્વિસ
દામિની

‘Damini Lightning Alerts’ થોડાં સમય પહેલાં જ્યાં વિજળી પડી ચૂકી છે તેના વિશે માહિતી આપશે. આવા વિસ્તારોના વિઝ્યુઅલ્સ અલર્ટ પણ મળશે.

વીમા ઓફિસ
યુઝર્સને ESIC સેન્ટરનું લોકેશન મળશે. યુઝર્સે જે જગ્યાએ વીમો કરાવ્યો હોય તે હોસ્પિટલ અને ડિસ્પેન્સરીનો મેપ પણ જોઈ શકશે.

પેટ્રોલ પમ્પ
નજદીકના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પમ્પના રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનું લોકેશન જાણી શકાશે. સાથે જ ગેસ સ્ટેશન અને ફ્યુઅલ ફીલિંગ સ્ટેશનનું પણ લોકેશન મળશે.

મેરી સડક
યુઝર ખરાબ રસ્તાઓની ફરિયાદ કરી શકશે.

મેરા રાશન, eNAM
મેરા રાશન ઈન્ટિગ્રેશન સાથે યુઝર્સ નજદીકની રાશનની દુકાનની માહિતી મેળવી શકશે. eNAM માટે નજદીકની મંડીઓ અને માર્કેટની માહિતી મળશે.

યુઝરને ટોલ પ્લાઝા અને ટોલ રેટની માહિતી મળશે. પોલીસ સ્ટેશનની પણ માહિતી મળશે.

ઉમંગ મોબાઈલ એપ વર્ષ 2017માં લોન્ચ થઈ હતી
ઉમંગ મોબાઈલ એપને વર્ષ 2017માં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. ઉમંગ એપ પર આશરે 1251 સરકારી સર્વિસ અને આશરે 20,280 યુટિલિટી બિલ પેમેન્ટ સર્વિસ મળે છે. ઉમંગ એપને 3.41 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

MapmyIndiaના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને CEO રોહન વર્માએ ઉમંગ એપ સાથે MapMyIndiaMaps અને APIsની પાર્ટનરશિપ પર ખુશી વ્યક્ત કરી છે. સાથે જ સરકાર અને પ્રધાનમંત્રી મોદીને થેન્ક્યુ કહ્યું છે.

આ રીતે ડાઉનલોડ કરો ઉમંગ એપ

  • ઉમંગ એપને 97183-97183 નંબર પર મિસ્ડ કોલ કરી ડાઉનલોડ કરી શકાય છે.
  • આ સિવાય તેને લિંકથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
  • એન્ડ્રોઈડ યુઝર અહીં ક્લિક કરી એપ ડાઉનલોડ કરી શકે છે.
  • iOS યુઝર્સ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
અન્ય સમાચારો પણ છે...