• Gujarati News
  • Utility
  • Gadgets
  • Ultra Bright Display And 60 Watt Speakers Will Give A Good Movie Experience, No Need For Home Theater, Compare To Premium TV At Low Cost

બ્લોપંક્ટ 4K ટીવી:અલ્ટ્રા બ્રાઈટ ડિસ્પ્લે અને 60 વૉટના સ્પીકર્સ મૂવીનો સારો એક્સપિરિયન્સ આપશે, હોમ થિયેટરની જરૂર નહીં પડે, ઓછી કિંમતમાં પ્રીમિયમ TVને ટક્કર આપે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્લોપંક્ટે ભારતીય માર્કેટમાં સાઈબરસાઉન્ડ સિરીઝનું 43 ઈંચ 4K એન્ડ્રોઈડ ટીવી લોન્ચ કર્યું છે. જર્મન એન્જિનિયરિંગથી સજ્જ આ ટીવીમાં પ્રીમિયમ ડિસ્પ્લે અને 60 વૉટનું દમદાર સાઉન્ટ આપવામાં આવ્યું છે. તે ગૂગલના લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પ્રીમિયમ સેગમેન્ટ જેવા ટીવીના ફિચર્સ હોવા છતાં પણ તેની કિંમત ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટમાં પહેલાથી હાજર મોંઘા 4K ટીવીને ટક્કર આપી શકે છે. જાણો બ્લોપંક્ટના આ ટીવી વિશે...

ડિઝાઈન અને ડિસ્પ્લે

  • ટીવીના ડિઝાઈનની વાત કરીએ તો સામેની તરફ તેમાં પાતળી બેઝલ આપવામાં આવી છે. જેના કારણે તેનો ડિસ્પ્લે એરિયા ઘણો મોટો દેખાય છે. નીચેની તરફ જ્યાં કંપનીનું બ્રાન્ડિંગ છે તે એરિયા પણ સ્લિમ છે. એટલે કે ચારેય તરફથી ટીવી સ્ટાઈલિશ દેખાય છે. તેની બેક સાઈડની વાત કરીએ તો વૉલ માઉન્ટવાળા સેક્શનમાં એક તરફ કનેક્ટિવિટી પોર્ટ અને બીજી તરફ પાવર કનેક્શન પોર્ટ આપવામાં આવ્યું છે.
  • ટીવીમાં 43-ઈંચની 4K ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 3840 x 2160 પિક્સલ છે. તે અલ્ટ્રા બ્રાઈટ ડિસ્પ્લે ક્વોલિટીને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં ટીવીમાંથી મળતા વીડિયોનું આઉટપુટ ઘણું પ્રીમિયમ થઈ જાય છે. આ ટીવીમાં સારી ડિસ્પ્લે માટે ફૂલ HD વીડિયો હોવો જોઈએ, કેમ કે, HD ક્વોલિટીના વીડિયો ઘણા પિક્સલાઈડ થઈ જાય છે. તેમાં વિવિડ, સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ્સ, મૂવી અને યુઝરના પાંચ મોડ આપવામાં આવ્યા છે. એટલે કે તમે ડે-નાઈટ અથવા રૂમના પ્રકાશના હિસાબથી આ મોડનો ઉપયોગ કરી શકો છો.

પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ

  • ટીવીમાં મીડિયાટેક ARM કોરટેક્સ A53 પ્રોસેસર આપવામાં આવ્યું છે. પ્રોસેસરને 2GB રેમની સાથે જોડવામાં આવ્યું છે. આ કોમ્બિનેશનના કારણે તેની સ્પીડ ઘણી ફાસ્ટ થઈ જાય છે. તેમાં 8GB ઈન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. જો કે, તેમાંથી તમને માત્ર 4.4GBનું સ્ટોરેજ જ મળે છે. એટલે કે આટલા સ્ટોરેજમાં તમારે એપ્સ અથવા બીજો ડેટા સ્ટોર કરવો પડશે. જો કે, ટીવીમાં બે USB પોર્ટ મળે છે. તેમાં પોર્ટેબલ હાર્ડ ડિસ્ક અથવા પેન ડ્રાઈવને કનેક્ટ કરી શકાય છે.

સાઉન્ડ અને રિમોટ

  • બ્લોપંક્ટના આ ટીવી સાઈબરસાઉન્ડ સિરીઝના છે, જેના કારણે તેની સાઉન્ડ ક્વોલિટી ઘણી સારી છે. તેમાં 60 વૉટના સ્પીકર આપવામાં આવ્યા છે, જેનાથી દમદાર સાઉન્ડ મળે છે. તેમાં ડોલ્બી ડિજિટલ પ્લસ, DTS ટ્રુસરાઉન્ડ સર્ટિફાઈડ ઓડિયો, ડોલ્બી એટમ જેવા ઘણા ફિચર્સ મળે છે. તેનું સાઉન્ડ એટલું પાવરફૂલ છે કે મોટા હોલમાં પણ મ્યુઝિકની મજા આપે છે. તમારે હોમ થિયેટર કનેક્ટ કરવાની જરૂર નથી.
  • ટીવીની સાથે ફૂલી કંટ્રોલ રિમોટ મળે છે. તેમાં નેટફ્લિક્સ, ગૂગલ પ્લે, યુટ્યુબ અને USB ડ્રાઈવને ડાયરેક્ટ પ્લે કરવાના ડેડિકેટેડ બટન આપ્યા છે. વોઈસ કમાન્ડ માટે ગૂગલ આસિસ્ટન્ટનું બટન મળશે. તેની સાથે બીજા બટન જેમ કે વોલ્યુમ, ચેનલ, મેનૂ, સેટિંગ, પ્લે, પોઝ મળી જાય છે.

કનેક્ટિવિટી અને OS

  • ટીવીની ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. લેટેસ્ટ OSના કારણે તેની ઈન્ટરફેસ ઘણી સારી છે. તેમજ દરેક નાનાં સેગમેન્ટ માટે તેમાં ઘણા ફિચર્સ મળે છે. ટીવીમાં કનેક્ટિવિટી માટે 3 HDMI, 2 USB પોર્ટ છે. તેની સાથે તેમાં એક ઈથરનેટ પોર્ટ અને 3.5mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે. જો કે, ટીવીમાં RCA પોર્ટ નહીં મળે. તેના માટે કંપની ઓક્સ ટૂ RCA કેબલ આપી રહી છે, જેની મદદથી સેટટોપ બોક્સને કનેક્ટ કરી શકાય છે.

એક્સેસરીઝ અને કિંમત

  • ટીવીની સાથે એક વોલ માઉન્ટ સ્ટેન્ડ યુનિટ, એક ટેબલ સ્ટેન્ડ, એક રિમોટ, રિમોટ માટે 2 AAA બેટરી, મેન્યુઅલ ગાઈડ મળી જાય છે. આ 4K ટીવીની કિંમત 30,999 રૂપિયા છે. ભારતીય માર્કેટમાં 43- ઈંચ એન્ડ્રોઈડ સેગમેન્ટમાં આ ઘણું સસ્તુ ટીવી છે. તેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થયું છે. તેની ટક્કર ભારતમાં હાજર ચાઈનીઝ કંપની રિયલમી, શાઓમી, વનપ્લસના ટીવીની સાથે થઈ શકે છે.