હવે દેશમાં ઉબર ટેક્સી બુક કરાવવા માટે એપની જરૂરિયાત નહિ રહે. તમે તમારા વ્હોટ્સએપમાંથી પણ ટેક્સી બુક કરાવી શકો છે. આ સર્વિસનાં શ્રી ગણેશ લખનઉ શહેરથી થયાં છે. દેશના અન્ય શહેરમાં પણ ટૂંક સમયમાં આ સર્વિસ શરૂ થશે. વ્હોટ્સએપ ચેટબોટ પર એક SMS મોકલી બુક કરી શકાશે.
એપ ડાઉનલોડ કરવાની માથાકૂટ નહિ
ઉબરમાં બિઝનેસ ડેવલપમેન્ટના સીનિયર ડાયરેક્ટર નંદિની માહેશ્વરીના જણાવ્યા પ્રમાણે, તેઓ તમામ ભારતીયો માટે ઉબર ટ્રાવેલિંગ સરળ કરવા માગે છે. તેથી વ્હોટ્સએપ ટેક્સી બુકિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે યુઝરે અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહિ પડે. વ્હોટ્સએપ પરથી જ રજિસ્ટ્રેશન, રાઈડ બુકિંગ અને ટ્રીપની રિસિપ્ટ પણ મળશે.
આ શરતો લાગુ
એપ પરથી રાઈડ બુકિંગ કરવા પર કે વ્હોટ્સએપ પર બુક કરવા પર સેફ્ટી સર્વિસ અને ઈન્શ્યોરન્સ સેફ્ટીના નિયમ એકસરખા રહેશે. વ્હોટ્સએપ બુકિંગમાં પણ એપની જેમ ડ્રાઈવરનું નામ, ગાડી નંબર અને પિકઅપની માહિતી મળશે. હાલ આ સર્વિસ ઈંગ્લિશ ભાષામાં જ શરૂ થઈ છે. ટૂંક સમયમાં તેને બીજી ભાષામાં લોન્ચ કરાશે.
જિયો માર્ટ જેવી સર્વિસ
આ સર્વિસ મુકેશ અંબાણીના રિલાયન્સ ડિજિટલ આઉટલેટ જિયો માર્ટ જેવી હશે. રિલાયન્સની આ સર્વિસમાં વ્હોટ્સએપ પરથી કરિયાણું ખરીદી કરી શકાય છે. આ જ રીતે ઉબર પરથી ટેક્સી બુક કરી શકાશે.
આ રીતે વ્હોટ્સએપ પરથી ટેક્સી બુક કરી શકાશે
વ્હોટ્સએપ યુઝર્સ 3 રીતે ઉબર રાઈડ બુક કરી શકાશે.
જોકે હાલ કંપનીએ કોઈ વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો નથી. આ સર્વિસથી યુઝર્સ રાઈડના ભાડા સાથે એક્સપેક્ટેડ સમય પણ જાણી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.