તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર ભારત:જમ્મુ-કાશ્મીરના બે ભાઈઓએ ટિકટોક જેવી શોર્ટ વીડિયો એપ ‘નુક્યુલર’ બનાવી, યુઝર્સ 60 સેકન્ડ સુધીના વીડિયો બનાવી શકશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં બડગામ જીલ્લાના બે ભાઈઓએ ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક જેવી અન્ય એપ બનાવી છે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત મિશનમાંથી પ્રેરણા લઇને બંને ભાઈઓએ શોર્ટ વીડિયો એપ બનાવી છે. લદાખની ગલવાન ખીણમાં સીમા વિવાદ પછી સરકારે આ વર્ષે જૂન મહિનામાં ટિકટોક પર બેન મૂક્યો હતો.

બંને ભાઈ એપ ડેવલપર અને સોફ્ટવેર એન્જિનિયર છે
એપ ડેવલપર ટીપુ સુલતાન વાની અને તેના મોટા ભાઈ મોહમ્મદ ફારૂખ વાનીએ મળીને નુક્યુલર (Nucular)નામની શોર્ટ વીડિયો એપ બનાવી છે. ફારુખ સોફ્ટવેર એન્જિનિયર છે. આની પહેલાં ટીપુએ ચાઇનીઝ એપ SHAREit જેવી એપ ફાઈલ શેર ટૂલ પણ બનાવ્યું હતું. ફાઈલ શેર ટૂલ એપ 40MB પ્રતિ સેકન્ડની સ્પીડથી ફાઈલ ટ્રાન્સફર કરે છે. ફાઈલ શેર ટૂલ એપને બનાવ્યા પછી બંને ભાઈએ ટિકટોક જેવી એપ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ટીપુ સુલતાન વાની
ટીપુ સુલતાન વાની

એક મહિનામાં એપ બનાવી
ટીપુએ જણાવ્યું કે, શેરચેટ જેવી એપ ફાઈલ શેર ટૂલ બનાવીને અમને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો. ઘણા લોકોએ ઈ-મેલ મોકલીને અમને ટિકટોક જેવી એપ બનાવવા માટે કહ્યું. એ પછી અમે નુક્યુલર એપ બનાવવાનું ચાલુ કર્યું. અમને એક મહિનાનો સમય લાગ્યો. મેં આ એપ મોટા ભાઈ સાથે બનાવી છે. આ એપ પર સોંગ, ડાયલોગ અને ડ્યુએટ બનાવી શકાય છે.

એપ બનાવવા લેટેસ્ટ ટેક્નિકનો ઉપયોગ કર્યો
વધુમાં ટીપુએ કહ્યું કે, યુઝર્સને સારો અનુભવ આપવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ લેટેસ્ટ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. સ્લો ઇન્ટરનેટ સ્પીડ પર પણ ઝડપથી વીડિયો લોડ થઇ શકશે. આ એપમાં જે ફીચર્સ છે તે અત્યાર સુધી ભારતીય માર્કેટમાં અવેલેબલ કોઈ પણ એપમાં નથી.

મોહમ્મદ ફારૂખ વાની
મોહમ્મદ ફારૂખ વાની

એપમાં ઘણા ફિલ્ટર હાજર
એપમાં ARmask, બ્યુટી ફિલ્ટર, VR બેકગ્રાઉન્ડ માટે લેટેસ્ટ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. એપમાં ફિલ્ટર અને એડિટિંગ માટે અન્ય ટૂલ્સ પણ એડ થશે. 5થી 60 સેકન્ડના વીડિયો અપલોડ થઇ શકશે. આ ઉપરાંત યુઝર વીડિયો એડિટ, કટ અને મ્યુઝિક પણ ઉમેરી શકે છે. આ એક 4K રેઝોલ્યુશન એપ છે.

5000 ફોલોઅર્સ ધરાવતા યુઝરને 2000 રૂપિયા મળશે
બંને ભાઈએ એપ પર એક કોમ્પિટીશન પણ લોન્ચ કરી છે. જે પણ યુઝર સૌપ્રથમ 5 હજાર ફોલોઅર્સ કરશે તેને 2000 રૂપિયાનું ઇનામ મળશે. તેઓ નવા અપડેટ પર કામ કરી રહ્યા છે જેથી યુઝર લાઈક અને શેરને આધારે વધારે કમાણી કરી શકે. ટિકટોકના ઓપ્શનમાં બનાવેલી આ એપથી બડગામના લોકોમાં ખુશીનો માહોલ છે.

પ્લે સ્ટોર પર સારો રિસ્પોન્સ
નુક્યુલરને ગૂગલ પ્લે સ્ટોર પર સારી રિસ્પોન્સ મળી રહ્યો છે. એપની સાઈઝ 46MB છે . અત્યાર સુધી 1 હજારથી વધારે ડાઉનલોડ મળી ચૂક્યા છે. એપને પ્લે સ્ટોર પર 4 સ્ટાર રિવ્યૂ મળ્યા છે. 12 નવેમ્બરે એપનું લેટેસ્ટ અપડેટ રિલીઝ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો