ઈલોન મસ્ક હવે ટ્વિટર પર નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહ્યા છે. કર્મચારીઓ સાથેની બેઠક દરમિયાન મસ્કે એન્જિનિયરિંગ અને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં વધુ લોકોને નોકરી પર રાખવાની તેમની યોજનાઓ જાહેર કરી છે. ધ વર્જે આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટ મુજબ ઈલોન મસ્ક જાપાન, ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલમાં એન્જિનિયરિંગ ટીમો સ્થાપીને ટ્વિટરને વિકેન્દ્રિત કરવા માગે છે.
આ બેઠકમાં તેમણે દાવો કર્યો હતો કે, ‘ટ્વિટરનાં ટેક્નોલોજી સ્ટેકને શરૂઆતથી જ બનાવવાની જરુર છે. અમુક અંશે વિકેન્દ્રીકરણ કરવું એ એક સારો વિચાર છે. મસ્ક કયા પ્રકારનાં એન્જિનિયર અથવા સેલ્સ એક્ઝિક્યુટિવ મસ્કની નિમણૂક કરવાની યોજના ધરાવે છે, તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે, ભૂતકાળમાં, તેઓેએ સોફ્ટવેર એન્જિનીયરોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તેને ‘સર્વોચ્ય પ્રાથમિકતા’ ગણાવી હતી.
ટ્વિટરનાં કર્મચારીઓને મળશે નવા ફાયદા
મસ્કે જેઓ હજી પણ ટ્વિટર સાથે જોડાયેલા છે એવા કર્મચારીઓનાં ફાયદા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓને ભવિષ્યમાં સ્ટોક ઓપ્શન (શેર)માં પણ ચૂકવણી કરવામાં આવશે અને સમયાંતરે તેને તે શેરો વેચવાની તક મળશે. મસ્કની અન્ય કંપની સ્પેસએક્સ પણ આવા જ સ્ટોક ઓપ્શન આપે છે. મીટિંગ દરમિયાન મસ્કે જાપાનમાં ટ્વિટરની હાજરીની પ્રશંસા કરી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ‘ટ્વિટર અમેરિકા કેન્દ્રિત નથી પરંતુ, જાપાન-કેન્દ્રિત છે.’
સ્ટોક ઓપ્શન શું છે?
સ્ટોક ઓપ્શનનો અર્થ એવો છે કે, કંપનીનાં કર્મચારીઓને માર્કેટ પ્રાઈસ કરતાં પણ ઓછી કિંમતે શેર મળશે. ઓછી કિંમતે મળેલા આ શેરને કર્મચારીઓ અમુક શરતો મુજબ વેચીને નફો કમાઈ શકે છે. ઈલોન મસ્કને પણ ટેસ્લાએ વર્ષ 2018માં વળતર તરીકે સ્ટોકનાં ઓપ્શન પણ આપ્યા હતા. ટેસ્લાએ કહ્યું હતું કે, ‘જો મસ્ક નાણાકીય લક્ષ્યને પૂર્ણ કરે છે, તો તેને આ પેકેજ આપવામાં આવશે. મસ્કે તેને ખૂબ જ ઝડપથી પૂર્ણ કર્યું હતું.’
ટ્વિટર ખૂબ જ મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે
ઈલોન મસ્કે ઓક્ટોબરમાં 44 મિલિયન ડોલર એટલે કે 3.58 લાખ કરોડ રુપિયામાં ટ્વિટર ખરીદ્યું હતું. ટ્વિટરનો કારોબાર સંભાળ્યા પછી ઈલોન મસ્ક કંપનીમાં મોટા ફેરફારો કરવામાં લાગી ગયા છે. હજુ થોડા દિવસો પહેલા તેઓએ છટણીનાં પહેલાં રાઉન્ડમાં અંદાજે 3700 કર્મચારીઓની છટણી કરી હતી. તો બીજી તરફ ભારતમાં કંપનીનાં 90 ટકા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. છટણીની શરુઆત તેઓએ કંપનીનાં CEO પરાગ અગ્રવાલ સાથે કરી હતી અને ત્યારબાદ અને કંપનીની કાનૂની, નીતિ અને વિશ્વાસનાં હેડ વિજય ગાડડેનો સમાવેશ થાય છે.
બેઠકમાં મસ્કે એ પણ સ્પષ્ટ કર્યું કે, ‘ટ્વિટરનાં મુખ્ય મથકને ટેક્સાસ ખસેડવાની તાત્કાલિક કોઈ યોજના નથી. ટેસ્લાએ તેના કોર્પોરેટ હેડક્વાર્ટરને સિલિકોન વેલીથી ટેક્સાસ ખસેડ્યું કારણ કે, ત્યાં ફેડરલ ટેક્સ ઓછો છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, કેલિફોર્નિયા અને ટેક્સાસમાં ‘ડ્યુઅલ-હેડક્વાર્ટર’ હોવું પણ અર્થપૂર્ણ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.