અપકમિંગ ફીચર:ટૂંક સમયમાં ટ્વિટર 'અનમેન્શન ફીચર' લોન્ચ કરશે, યુઝર આપમેળે કન્વર્ઝેશનમાંથી બહાર થઈ શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરના ઉપયોગથી યુઝર અનવોન્ટેડ લાંબા કન્વર્ઝેશનમાંથી પોતાને દૂર કરી શકશે
  • તેમાં યુઝરને 1 દિવસ, 3 દિવસ કે અઠવાડિયાં માટે આ ફીચર ઓન કરવાનો ઓપ્શન મળશે

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર યુઝરને વધુ સારો અને સુરક્ષિત એક્સપિરિઅન્સ આપવા માટે અવનવાં ફીચર્સ લોન્ચ કરતી રહે છે. તેની હરોળમાં કંપની એક નવાં ફીચરનું ટેસ્ટિંગ કરવા જઈ રહી છે. આ ફીચરની મદદથી યુઝર મેન્શન કરેલાં ટ્વીટમાંથી પોતાને અનમેન્શન કરી શકશે.

આ ફીચર વિશે ટ્વિટરના પ્રાઈવસી ડિઝાઈનર ડોમિનિક કેમોઝીએ ટ્વીટર કર્યું છે. હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે. આ ફીચર એ યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થશે જેઓ અનવોન્ટેડ લાંબા કન્વર્ઝેશનમાંથી પોતાને દૂર કરવા માગે છે.

ડોમિનિક આ ફીચર પર કામ કરી રહ્યો છે. આ ફીચર ટ્વીટના more info menuમાં જોવા મળશે. અન્ય યુઝરે જો તમને ટ્વીટમાં ટેગ કર્યા હશે તો તમે આપમેળે જ પોતાને અનમેન્શન કરી શકશો.

એડવાન્સ હશે આ ફીચર

  • આ ફીચરમાં યુઝરે વારંવાર મેન્યુઅલી અનમેન્શન સિલેક્ટ કરવું નહિ પડે. જો યુઝરને એવા અન્ય યુઝર મેન્શન કરશે જેમને તેઓ ફોલો ન કરતાં હોય તો તેમનાં ટ્વીટ પર એક વખત અનમેન્શનનો ઓપ્શન સિલેક્ટ કરતાં ભવિષ્યમાં તે યુઝર તમને ક્યારેય મેન્શન નહિ કરી શકે.
  • આટલું જ નહિ આ ફીચર ટાઈમલાઈન પણ ઓફર કરશે. ધારોકે અમુક યુઝર્સ કે અકાઉન્ટને તમે કેટલાક દિવસ કે અઠવાડિયાં સુધી દૂર કરવા માગો છો તો તેટલા સમયગાળા માટે તમે આ અકાઉન્ટ્સ માટે અનમેન્શન ફીચર ઓન રાખી શકો છો.
  • આ ફીચરમાં કસ્ટમાઈઝ ઓપ્શન પણ મળશે. તેમાં એવરીવન, પીપલ યુ ફોલો અને કસ્ટમ ઓપ્શન મળશે. આ સિવાય તમામ યુઝર માટે તમે સિલેક્ટેડ ટાઈમલાઈનમાં અનમેન્શન ફીચર ઓન રાખી શકો છો.

નવાં ફીચરનો ફાયદો
આ ફીચરની મદદથી ટ્રોલિંગ અને હેરેસમેન્ટ રોકી શકાશે. યુઝરે નક્કી કરેલા લોકો જ તેમને મેન્શન કરી શકશે. જોકે આ ફીચર તમામ યુઝર્સ માટે લોન્ચ થશે કે બ્લૂ સબસ્ક્રિપ્શન લીધેલા યુઝર્સ માટે જ લોન્ચ થશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે.

ટ્વિટર બ્લૂ
ટ્વિટરે તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ 'ટ્વિટર બ્લૂ'ની જાહેરાત કરી છે. કેટલાક દેશોમાં તેનાં બીટા વર્ઝન પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેમાં યુઝર્સને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે. તેના માટે યુઝરે કંપનીને પૈસા આપવાના રહેશે. આ સર્વિસ માટે યુઝરે દર મહિને $2.99 (આશરે 269 રૂપિયા) આપવા પડશે.

આ પેઈડ સર્વિસમાં યુઝરને નવી કલર થીમ, કલર્ડ એપ આઈકોન અને રીડર મોડ મળશે. આ બધા ફીચર પેઈડ યુઝર માટે એક્સક્લુઝિવ રહેશે. આ સર્વિસમાં અનડુ ટ્વીટર સામેલ થઈ શકે છે. તેમાં યુઝર ટ્વીટ કોમ્પોઝ્ડ થાય તેનાં 5થી 30 સેકન્ડમાં ટ્વીટ ડિલીટ કરી શકશે.

પેમેન્ટ ફીચર 'Tip Jar

આ ફીચરનું હાલ કંપની અન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચર તમારી ટ્વિટર પ્રોફાઈલ પર જ જોવા મળશે. યુઝરનેમની જમણી બાજુ ડોલર બિલ આઈકોન પર ટેપ કરવાથી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. તેમાં બેન્ડકેમ્પ, કેશ એપ, પેટ્રૉન, પે પલ અને વેનમો સહિતના ઓપ્શન મળે છે. જોકે હાલ આ ફીચર ક્રિએટર્સ, જર્નાલિસ્ટ અને નોન પ્રોફિટ્સ ગ્રુપ્સ માટે એક્ટિવેટ થયું છે. આ પેમેન્ટ ફીચર માટે કંપની કોઈ કમિશન નહિ લે.