માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે 20 જાન્યુઆરીથી અકાઉન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનાથી સક્રિય અને સાચા યુઝર અકાઉન્ટમાં ‘વાદળી રંગનો વેરિફાઈડ બેઝ’ લાગશે. નવી પ્રક્રિયા હેઠળ માઈક્રોબ્લોગિંગ સાઈટ ઈનએક્ટિવ અને અધૂરા અકાઉન્ટથી વેરિફાઈડ બેઝ દૂર કરવાની પણ કાર્યવાહી કરશે.
2021માં વેરિફિકેશનની પ્રક્રિયાની નવી રીતે શરૂઆત થશે
ટ્વિટરે નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે, તે 2021ની શરૂઆતમાં અકાઉન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા નવી રીતે શરૂ કરશે. પોતાની વેરિફાઈડ પોલિસી માટે ટ્વિટરે યુઝર્સ પાસેથી 24 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી પ્રતિક્રિયા માગી હતી. કંપનીએ આશરે 3 વર્ષ પહેલાં સાર્વજનિક વેરિફિકેશન કાર્યક્રમ પર રોક લગાવી હતી.
નવી નીતિથી ભવિષ્યમાં સુધારાનો બેઝ તૈયાર થશે
કંપનીનું કહેવું છે કે લોકોને લાગે છે કે આ પ્રક્રિયા કંપનીની મનમાની છે અને તેનાથી અસમંજસ થશે. ટ્વિટરે બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, સાર્વજનિક પ્રતિક્રિયાના 2 અઠવાડિયાંમાં અમને 22,000થી વધારે સર્વે પ્રતિક્રિયા મળી. તેનાથી અમે એ શીખ્યું કે અમે અમારી નીતિમાં કેવી રીતે ફેરફાર કરી શકીએ છીએ.
કંપની આ નીતિનું પ્રવર્તન 20 જાન્યુઆરી, 2021થી શરૂ કરશે. ટ્વિટરે કહ્યું કે, આ નીતિથી ભવિષ્યમાં સુધારાનો બેઝ તૈયાર થશે. આ વેરિફિકેશનને પરિભાષિત કરશે. તેનાથી માલુમ પડશે કે કોણ વેરિફાઈડ પાત્ર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.