તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ ટૂલ:અપમાનજક શબ્દોનો પ્રયોગ કરવા પર હવે ટ્વિટર યુઝર્સને અલર્ટ આપશે, કંપનીએ નવાં ફીચર પર કામ શરૂ કર્યું

5 મહિનો પહેલા
  • આ ફીચર યુઝરને ટ્વીટ રીવાઈઝ કરવા માટે કહેશે
  • કંપનીએ કેટલાક iOS યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કર્યું

સેલેબ્સને ટ્રોલ કરવાના હોય કે પછી રાજકીય પક્ષોના શાબ્દિક યુદ્ધ ટ્વિટર હંમેશા તેનું પ્લેટફોર્મ બન્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ પર બ્રેક લાદવા માટે હવે કંપની નવાં ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરથી કંપની આપમેળે અપમાનજનક શબ્દોને ઓળખી યુઝર્સને અલર્ટ આપશે. યુઝર ટ્વીટ કરે તે પહેલાં તેમને અલર્ટ મળશે કે તેમના ટ્વીટમાં કોઈની લાગણી દુભાય તેવા શબ્દો સામેલ છે તો પણ તેઓ ટ્વીટ કરવા માગશે તે ટ્વીટ રિવાઈઝ કરવા માગશે.

આ ફીચરનું ટેસ્ટિંગ કંપનીએ 1 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. હવે કેટલાક iOS યુઝર્સ માટે કંપનીએ આ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝરને ટ્વીટ Revise કરવા માટે કહેશે.

ટ્વિટરે તાજેતરમાં જ એડવાન્સ સર્ચ ટૂલ લોન્ચ કર્યું
દેશમાં મેડિકલ સ્થિતિને જોતા ટ્વિટરે એડવાન્સ સર્ચ ફિલ્ટ લોન્ચ કર્યું. એડવાન્સ સર્ચ ફિલ્ટરની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાતના રિસોર્સના ટ્વીટને ફિલ્ટર કરી મદદ લઈ શકે છે. તેમાં સ્પેસિફિક હેશટેગ, ટાઈમ પીરિયડ, ટ્વીટ ફિલ્ટર અને લોકેશન પણ કેટેગરાઈઝ કરી શકાશે.

પોતાની આસપાસ જ મેડિકલ રિસોર્સ મળી રહે તે માટે યુઝર near youનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ ઓપ્શનની મદદથી યુઝરે સિલેક્ટ કરેલા હેશટેગ અને કી વર્ડના તેની નજદીકની લોકેશનના ટ્વીટ જોવા મળશે. જેથી જલ્દી મેડિકલ રિસોર્સ મેળવી શકાય. તેના હેશટેગ સર્ચ કરી ટોપ રાઈટમાં ટોગલ બટન પર ટેપ કરી near you ઓપ્શનની પસંદગી કરવાની રહેશે. આ ફીચરનો ઉપયોગ કરતાં સમયે તમારું લોકેશન ઓન રહે તે જરૂરી છે.