તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Twitter Users Can Now Earn Money By Serving Exclusive Content, Launches 'Super Follows' Feature For IOS Users

ન્યૂ ફીચર:ટ્વિટર યુઝર હવે એક્સક્લુઝિવ કન્ટેન્ટ પીરસી પૈસા કમાઈ શકશે, iOS યુઝર્સ માટે લોન્ચ થયું 'Super Follows'ફીચર

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિનિમમ 10 હજાર ફોલોઅર્સ હોય તો જ ક્રિએટર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે
  • સ્પેશિયલ કન્ટેન્ટ, ન્યૂઝ લેટર, બિહાઈન્ડ ધ સીન જેવી સર્વિસને બદલે યુઝર ફોલોઅર્સ પાસેથી પૈસા લઈ શકશે

બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ ફાઈનલી ટ્વિટરે Super Follows (સુપર ફોલોઝ) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ પૈસા કમાઈ શકશે. આ ફીચર ટ્વિટરના મોનેટાઈઝેશનનો ભાગ છે. કેનેડા અને અમેરિકાના યુઝર્સને આ નવાં ફીચરનું અપડેટ મળી છે.

Super Followsનો પ્રથમ લાભ iOS યુઝર્સને મળશે

આ ફીચરનો પ્રથમ લાભ કંપનીએ iOS યુઝર્સને આપ્યો છે. ટૂંક સમયમાં તેને એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે. ટ્વિટરે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે વર્ષ 2020માં તેની રેવન્યૂ 3.7 બિલિયન ડોલર અર્થાત 27,003 કરોડ રૂપિયા છે જ્યારે 2023 સુધી તે 7.5 બિલિયન ડોલર અર્થાત 54,746 કરોડ રૂપિયા થવાનું અનુમાન છે.

યુઝર્સ 730 રૂપિયા સુધીની કમાણી કરી શકશે

આ ફીચરથી યુઝર તેમનાં ફોલોઅર્સ પાસેથી પૈસા કમાઈ શકશે. દર મહિને યુઝર તેના ફોલોઅર્સ પાસેથી $2.99 (આશરે 220 રૂપિયા), $4.99 (આશરે 360 રૂપિયા) અથવા $9.99 (આશરે 730 રૂપિયા)નો ચાર્જ લઈ શકે છે. આ પૈસાને બદલે યુઝર તેના ફોલોઅર્સને સ્પેશિયલ કન્ટેન્ટ, ન્યૂઝ લેટર, બિહાઈન્ડ ધ સીન જેવી સર્વિસ આપશે. જે યુઝર્સને આ સર્વિસ પસંદ હોય તે સબસ્ક્રાઈબ કરી શકે છે. મિનિમમ 10 હજાર ફોલોઅર્સ હોય તો જ ક્રિએટર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

આ નવાં ફીચર લોન્ચ કરવાનો કંપનીનો હેતુ ટ્વિટર યુઝર્સને કમાણીની તક આપવાનો છે. જો કોઈ ઈન્ફ્લુઅન્સર્સ અથવા પબ્લિકેશન પાસે લાખો-કરોડો યુઝર્સ હોય તો તે પોતાના ફોલોઅર્સને સ્પેશિયલ અને એક્સક્લુઝિવ કન્ટેન્ટ પીરસી દર મહિને આવક ઊભી કરી શકે છે.

નવી ડિઝાઈન અને ફોન્ટ અપડેટ રિલીઝ થઈ
તાજેતરમાં જ કંપનીએ તેની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે. મોબાઈલ અને વેબ વર્ઝનમાં નવાં ફોન્ટ ઉમેરાયા છે. તેનું નામ chirp છે. જાન્યુઆરીમાં આ નવાં ફોન્ટ રિલીઝ થયાં હતા. આ
ફોન્ટ અમેરિકન Gothic અને Grotesque સ્ટાઈલનું કોકટેલ છે.

નવાં ઈન્ટરફેસમાં કલર્સના ફેરફાર પણ કરાયા છે. નવાં કલર્સમાં વધારે કોન્ટ્રાસ્ટ અને બ્લૂ કલર જોવા મળે છે. ટ્વિટર પર ફોટો અને વીડિયો શેર કરતી વખતે તેનો ફાયદો જોવા મળે છે. કંપનીએ હાઈ કોન્ટ્રાસ્ટવાળાં કેટલાક બટન પણ લોન્ચ કર્યાં છે. આ ફેરફાર ફોલો બટનમાં જોવા મળે છે. અગાઉ બ્લૂ કલરનું બટન હવે બ્લેક કલરનું થયું છે.