તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્વિટરનું નવું ફીચર:કંપનીએ ભારતમાં વોઇસ DM ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું, યુઝર્સ 140 સેકન્ડનો વોઇસ મેસેજ મોકલી શકશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્વિટરે ભારતમાં ડાયરેક્ટ મેસેજ (DMs) માટે વોઇસ મેસેજ ફીચરનું ટેસ્ટિંગ ચાલુ થઇ ગયું છે. આ ફીચરની મદદદથી યુઝર 140 સેકન્ડનો વોઇસ મેસેજ મોકલી શકશે. ફીચરનું ટેસ્ટિંગ ભારતની સાથોસાથ બ્રાઝીલ અને જાપાનમાં પણ ચાલુ છે. કંપનીએ જણાવ્યું, DMsમાં વોઇસ મેસેજની સુવિધા મળવાથી યુઝર્સ માટે વાત કરવું સરળ બની જશે.

ટ્વિટર ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીએ કહ્યું, ભારતમાં DMsમાં વોઇસ મેસેજિંગના ટેસ્ટિંગને લઈને અમે ઘણા ઉત્સાહિત છીએ. આ ફીચરની મદદથી લોકોને વાતચીતનો એક અલગ જ અનુભવ મળશે. યુઝર્સ એકબીજાનો અવાજ સાંભળી શકશે અને પોતાની ફીલિંગ્સ શેર કરી શકશે. આ ફીચરમાં દરેક વોઇસ મેસેજ 140 સેકન્ડનો હશે. તેનાથી લોકો ઝડપી ચેટ કરી શકશે.

DMsમાં વોઇસ મેસેજ ફીચરનો ઉપયોગ આ રીતે કરી શકશો:

  • સૌપ્રથમ યુઝરે ડાયરેક્ટ મેસેજ (DMs)માં જવાનું રહેશે.
  • હવે વોઇસ મેસેજ મોકલવા માટે ન્યૂ વોઇસ રેકોર્ડિંગ આઇકન ટેપ કરો.
  • તમારા અવાજમાં રેકોર્ડિંગ શરૂ કરો. વાત પૂરી થઇ ગયા પછી સ્ટોપ મેસેજ પર ટેપ કરો.
  • 140 સેકન્ડ પછી રેકોર્ડિંગ નહિ થાય આ વાતનું ધ્યાન રાખવું.
  • યુઝર્સને વોઇસ મેસેજ ગમ્યો ના હોય તો તે ડિલીટ પણ કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામે પણ ડાયરેક્ટ મેસેજ શરૂ કર્યા
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફેસબુકે ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજ (DMs)ને ફેસબુક મેસેન્જર પ્લેટફોર્મ સાથે જોડ્યું હતું. તેની મદદથી યુઝર્સ મેસેન્જર એપનો ઉપયોગ કરે છે અને કોઈ પણ તકલીફ વગર કે નવી એપ ડાઉનલોડ કર્યા વગર ઇન્સ્ટાગ્રામ દ્વારા જ ફેસબુકના મિત્રો સાથે વાત કરી શકે છે. આવી જ રીતે ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજનાં યુઝર્સ પણ ફેસબુક મેસેન્જરથી મેસેજ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...