ટ્વિટરનાં પ્રાઈવસી ફીચર્સ:કંપનીએ મલ્ટિપલ પ્રાઈવસી ફીચર્સનું ટેસ્ટિંગ શરૂ કર્યું, ટ્વિટર યુઝર પોતાનું અકાઉન્ટ સર્ચ રિઝલ્ટમાંથી હાઈડ કરી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોલો ન કરતા અકાઉન્ટ પર રિપ્લાય આપવા પર ટ્વિટર હવે યુઝરને રિમાઈન્ડર આપશે
  • અપકમિંગ ફીચર્સમાં કમ્પોઝ સ્ક્રીન અને રિપ્લાય ટ્વીટમાં પણ અપડેટ મળશ

ટ્વિટર માટે દેશમાં હાલ ઓલ ઈઝ નોટ ઓકે છે. એક તરફ સરકારે નવા IT નિયમ લાગુ કરવા માટે ટ્વિટરની મુશ્કેલી વધારી છે. તો બીજી તરફ નવા IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ટ્વિટરને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે દેશના નવા IT નિયમોનું તમામ સોશિયલ મીડિયાએ પ્લેટફોર્મે કરવાનું રહેશે.

આ દરમિયાન ટ્વિટરે પોતાના યુઝર્સની પ્રાઈવસી વધારવા માટે નવાં પ્રાઈવસી ફીચર્સનું ટેસ્ટિંગ શરૂ કર્યું. નવાં ફીચરથી યુઝરનું અકાઉન્ટ સર્ચ રિઝલ્ટમાં નહિ જોવા મળે. કંપનીના પ્રાઈવસી ફીચરમાં વન સ્ટોપ પ્રાઈવસી ચેકઅપ પણ સામેલ છે.

ટેક વેબસાઈટ Fonearenaના રિપોર્ટ પ્રમાણે, યુઝર્સને હવે કંપની પ્રાઈવસી સેટિંગ વિશે માહિતી આપશે. કારણ કે, ટ્વિટરના પ્રાઈવસી સેટિંગ વિશે તમામ યુઝર્સ માહિતગાર હોતા નથી. પ્રાઈવસી ચેકઅપથી જરૂરી તમામ સેટિંગ્સ એક જ જગ્યાએ જોવા મળશે. નવાં ફીચર્સ મલ્ટિપલ ટ્વિટર અકાઉન્ટમાં લોગઈન રાખવામાં મદદ કરી શકે છે. તેનાથી નવાં ટ્વીટમાં કમ્પોઝ સ્ક્રીન અને રિપ્લાયમાં અપડેટ મળશે. કયા અકાઉન્ટથી ટ્વીટ થઈ રહ્યા છે તેની વધુ સ્પષ્ટતા કરાશે.

આ સિવાય ટ્વિટર હજુ એક ફીચર લોન્ચ કરી શકે છે. તેમાં પ્રોટેક્ટેડ અકાઉન્ટ હોલ્ડર એવા યુઝરનાં ટ્વીટ પર રિપ્લાય કરશે જેને તેઓ ફોલો નથી કરતા તો ટ્વિટર તેમને રિમાઈન્ડર આપશે. યુઝર પોતાના પબ્લિક અકાઉન્ટમાં સ્વિચ કરી શકે છે. તેનાથી ટ્વીટનો રિપ્લાય તમામ યુઝર્સ માટે વિઝિબલ થશે.

ઘણી વખત ટ્વિટર યુઝરે ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે. તેવામાં યુઝરે કા તો અકાઉન્ટ ડિલીટ કરવું પડે છે કા તો પ્રાઈવેટ કરવું પડે છે. તેના માટે ટ્વિટર નવું ફીચર લોન્ચ કરશે. તેનાથી યુઝર તેનાં અકાઉન્ટને સર્ચ રિઝલ્ટમાંથી હાઈડ કરી શકશે. જોકે હાલ આ તમામ ફીચર્સ ટેસ્ટિંગ ફેઝમાં છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી રિલીઝ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...